આ સામાન્ય લગતી વસ્તુ હાડકાં-સાંધાના દુખાવા અને પેટની ચરબીને બરફ જેમ કરીદેશે ગાયબ..
વધારે મીઠું ખાવું આરોગ્ય માટે નુકશાનદાયક છે. પણ સિંધાલૂણ મીઠું આરોગ્ય માટે ફાયદા કારક છે. જી હા આયુર્વેદ મુજબ સિંધાલૂણ સ્વાસ્થય માટે ખૂબ ફાયદાકારી છે. તેથી તેને સર્વોત્તમ મીઠું કહેવાય છે. શરીર સ્વસ્થ રહે તે માટે આઠ કલાકની ઊંઘ જરૂરી છે. જેને આઠ કલાકની ઊંઘ નથી આવતી તેણે સિંધાલૂણ ખાવું જોઇએ. તેનાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. તેની અંદર રહેલું મેલાટોનિન નામનું તત્ત્વ ઊંઘ લાવવાનું કામ કરે છે.
બ્લડપ્રેશરની સમસ્યા થાય એટલે મીઠું બંધ કરવાની કે ઓછું લેવાની સલાહ આપવામાં આવે છે. તે સમયે સિંધાલૂણ મદદરૂપ બને છે. સિંધાલૂણમાં રહેલું મેગ્નેશિયમ બ્લડપ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. તેથી બ્લડપ્રેશરના દરદીઓને તે ખાવાની સલાહ આપવામાં આવે છે.
ડાયાબિટીસને કારણે ઘણી વાર શરીરમાં મેગ્નેશિયમની કમી વર્તાવા લાગે છે. તે યુરિન વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. શરીરમાંથી મેગ્નેશિયમ નીકળી જવાથી હોર્મોન્સ અસંતુલિત થાય છે. આથી ડાયાબિટીસનો ભય વધે છે. સિંધાલૂણ મીઠું ખાવાથી મેગ્નેશિયમ જળવાય છે.
સિંધાલૂણ મીઠા ની સાથે લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલ્ટીમાં રાહત મળે છે અને પેટના કીડાઓની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે. સાધારણ મીઠું આયોડિનયુક્ત હોય છે અને ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. બીજી તરફ સિંધાલૂણ મીઠુંમાં કોઈપણ પ્રકારની અશુદ્ધિઓ અને રસાયણ હોતા નથી.
વધારે વજન ધરાવતા વ્યક્તિઓએ સિંધાલૂણ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ તેના કારણે તેમાં રહેલા ખનીજો તમારી ચરબીને બારી નાખે છે આથી વજનમાં ઘટાડો થાય છે. ભૂખનો કંટ્રોલ કરવા માટે સિંધાલૂણ મીઠું ખૂબ જ ફાયદાકારક છે.
પેટમાં થતા કૃમી કે અન્ય જીવાનુ નો નાશ કરવા માટે લીંબુ સાથે સિંધાલૂણ મીઠું ભેરવીને ખાવાથી તેનો નાશ થાય છે. જો કોઈ ખોરાકનું પાચન થતું ન હોય તો તેનો ઉપયોગ કરવાથી પાચન સુધરે છે અને રોગો દૂર રહે છે. વારંવાર થતી ગેસની તકલીફમાં સિંધાલૂણ મીઠું ખુબજ ફાયદો કરે છે.
જે વ્યક્તિ તણાવથી પીડાતી હોય તે જો સિંધાલૂણ મીઠું પાણીમાં મિક્સ કરી નહાય તો તણાવ ઘણો ઓછો થઇ જાય છે. આનાથી માત્ર તણાવ જ ઓછો નથી થતો, પરંતુ માંસપેશીઓ જકડાઇ ગઇ હોય, તેમાં દુખાવો થતો હોય તો તે પણ દૂર થાય છે. રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીમાં થોડું સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
પથરીનો પ્રોબ્લેમ હોય તો પાણીમાં લીંબુનો રસ અને સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપાયથી પથરી ઓગળીને નીકળી જાય છે. પણ આ ઉપચાર કરતાં પહેલાં કોઈ વિશેષજ્ઞની સલાહ અવશ્ય લેવી.