લાઈફસ્ટાઈલ

આ 5 લોકોએ ક્યારેય કોફી ન પીવી જોઈએઃ ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામો

વિશેષજ્ઞોએ આપી છે આ સલાહ

કોફીના શોખીન લોકોને આની લત લાગી જાય છે. જો તેમને અમૂક સમયે કોફી ન મળે તો તેઓ રહી શકતા નથી. જો આપ પણ કોફીના શોખીન છો તો એ વાત જરૂર જાણી લો કે કઈ સ્થિતીઓમાં કોફી પીવી એ આપના માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

જો આપને માઈગ્રેનની સમસ્યા છે તો આપે ક્યારેય ભૂલથી પણ કોફી ન પીવી જોઈએ. કોફીમાં ખૂબ જ મોટી માત્રામાં કેફીન મળી આવે છે. આ કેફીન મગજની નસોના કામમાં રૂકાવટ પેદા કરે છે. આના કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમું થવા લાગે છે અને માઈગ્રેન શરૂ થઈ જાય છે. તમામ રિસર્ચ પણ જણાવે છે કે કેફીન વાળા પેય કઈ રીતે માઈગ્રેનને ટ્રીગર કરે છે.

જો આપ હાઈ બીપીના દર્દી છો તો આપને કોફી ન પીવી જોઈએ. કોફી બીપી વધારવાનું કામ કરે છે. ત્યારે આવા સમયે આપના માટે કોફી ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિવાય કોફી તણાવ વધારે છે અને તેનાથી બીપી અનિયંત્રીત થઈ શકે છે.

તમામ વિશેષજ્ઞોનું માનવું છે કે, ડાયબીટીઝના દર્દીઓને પણ કોફી પિવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે કોફીનું વધારે સેવન ડાયબીટીઝના દર્દીઓમાં હાઈ બીપીનું જોખમ વધારે છે. આ સિવાય જે લોકોનું બ્લડ શુગર અનિયંત્રીત રહે છે તેમને કોફી પીવાથી બચવું જોઈએ.

જો આપ પ્રેગ્નેન્ટ હોય તો આપે કોફી ક્યારેય ન પીવી જોઈએ. કેફીન આપના શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે. આના કારણે કેટલીય વાર ભ્રૂણ સુધી બ્લડનો સપ્લાય યોગ્ય રીતે પહોંચી શકતો નથી. આનાથી બાળકનો વિકાસ અટકે છે.

જો આપને સ્ટ્રેસની સમસ્યા છે તો આપને કોફી વિશે વિચારવું પણ ન જોઈએ. જાણકારો અનુસાર કોફી વધારે પડતી જો પિવામાં આવે તો શરીરમાં કાર્ટિસોલ હાર્મોન અનિયંત્રીત થઈ જાય છે. આ તણાવને ટ્રીગર કરે છે. આનાથી આપના માટે મુશ્કેલીઓ વધી જાય છે.

[quads id=1]

Related Articles

Back to top button