જાણવા જેવું

શું તમે પણ રાત્રે કાપી રહ્યા છો નખ? તો પહેલા જાણી લો આ ખાસ વાત નહીંતો થઈ જશો હેરાન

આપણે આપણા ઘરોમાં ઘણી વખત જોઈએ છીએ કે આપણા વડીલો આપણને ઘણી બધી બાબતોનું અલગ અલગ રીતે જ્ઞાન આપતા રહે છે. જેમ કે સંધ્યા સમયે એ ઘર માંથી કચરો ન વાળવો, ગુરુવારે માથું ન ધોવું, ચપ્પલ ઊંધું ન રાખવું વગેરે… 

આમાંનો એક વિચાર રાત્રે નખ ન કાપવાનો પણ છે. તમારા ઘરના વડીલો તમને ચોક્કસપણે સમજાવે છે કે આપણે રાત્રે નખ ન કાપવા જોઈએ. પરંતુ તેની પાછળનું કારણ શું છે? તે તમને જણાવતા નથી. શું ખરેખર એવું તે કયું કારણ છે કે રાત્રે નખ કાપવાથી જીવનમાં અશુભતા આવે છે?

પહેલાના યુગમાં અને આજના આધુનિક યુગમાં ઘણો તફાવત જોવા મળે છે અને એ જ રીતે જૂના જમાનાના લોકો અને નવા જમાનાના લોકોના વિચારોમાં ઘણો તફાવત છે. જ્યાં સુધી નવી પેઢીને દરેક વિચારની સાથે સંબંધિત તર્ક ન મળે ત્યાં સુધી તેમના માટે કોઈપણ વિચારને અપનાવવો અશક્ય છે.

તો ચાલો જાણીએ કે રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ. નખ આપણી આંગળી પરનો એક મજબૂત સ્તર છે. જે આપણી નરમ આંગળીઓને ઘણી હદ સુધી સુરક્ષિત રાખે છે. તેથી જ જ્યારે આપણે નખ કાપીએ છીએ, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણી આંગળીઓને કોઈ પણ રીતે નુકસાન ન થાય.

જૂના જમાનામાં બધાના ઘરોમાં વીજળી ની સુવિધા ઉપલબ્ધ ન હતી. અને જેના ઘરમાં વીજળી ની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં દરસમયે વીજળી હોય તેમ શક્ય ન હતું. પ્રાચીન સમયમાં લોકો તેમના તમામ કાર્યો સૂર્યપ્રકાશમા રહીને કરતા હતા. એટલે જ કહેવામાં આવતું હતું કે નખ દિવસ દરમિયાન જ કાપવા જોઈએ. જેથી કોઈ પણ રીતે આપણી આંગળીઓ ને નુકસાન ન થાય.

જૂના જમાનામાં લોકો પાસે નેઇલ કટર ઉપલબ્ધ ન હતા. તે દિવસોમાં લોકો છરી અથવા તીક્ષ્ણ સાધનથી નખ કાપતા હતા. અને જેમ આપણે પહેલા જ વાક્યમાં કહ્યું છે કે જૂના સમયમાં વીજળી નહોતી તેથી પહેલા લોકો રાતના અંધારામાં નખ કાપવાની મનાઈ કરતા હતા. જેથી આપણા હાથને કોઈ નુકસાન ન થાય.

જ્યારે આપણે નખ કાપીએ છીએ ત્યારે નખ ગુંચવાઈ જાય છે અને કોઈ ખાદ્ય પદાર્થ અથવા કોઈની આંખમાં જઈ શકે છે. જે ખૂબ જ નુકશાનકારક હોઈ શકે છે. તેથી જ જૂના જમાનામાં લોકો આ કારણોસર પણ નખ કાપવાનો ઇન્કાર કરતા હતા.

જો આપણે બધી બાબતોનો સાર જોઈએ તો આપણે એ તારણ પર આવ્યે છીએ કે જૂના જમાનામાં આપણા વડીલો વીજળીની યોગ્ય સ્થિતિના અભાવે રાત્રે નખ કાપવાની મનાઈ કરતા હતા. પરંતુ સમયની સાથે લોકોએ તેને અંધશ્રદ્ધા સાથે જોડીને તેને એક પૌરાણિક કથાનું સ્વરૂપ આપી દીધું છે.

[quads id=1]

Related Articles

Back to top button