શું ઐશ્વર્યા 47 વર્ષની ઉંમરે ગર્ભવતી છે? જાણો આ ઉંમરમાં તમે કુદરતી રીતે માતા બની શકો છો કે નહીં,
તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચનની કેટલીક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં ઐશ્વર્યા ગર્ભવતી જણાતી હતી. આ ફોટા જોઈને એવું લાગતું હતું કે તે બીજી વખત માતા બનવા જઈ રહી છે. ઐશ્વર્યાના આ ફોટાઓ પર લોકો તરફથી ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
લોકોએ ઐશ્વર્યાને ગર્ભવતી હોવાનો પ્રશ્ન પણ કર્યો હતો. હકીકતમાં ઐશ્વર્યા રાય બચ્ચનની ફોટો વાયરલ થયાં હતા. તે તેમાં કાળા કપડાંમાં હતી. આ ફોટાઓમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું પેટ મોટું દેખાઈ રહ્યું હતું અને તે પોતાનું પેટ છુપાવવાનો પ્રયાસ પણ કરી રહી હતી.
આ ફોટા જોઈને એવું લાગ્યું કે જાણે તે માતા બનવાની છે. જોકે, ઐશ્વર્યા તરફથી હજુ સુધી કોઈ જાણકારી મળી નથી કે તે ગર્ભવતી છે કે નહીં. ઐશ્વર્યા આ ઉંમરમાં માતા બનવું સહેલું નથી. જો કે, એવી ઘણી રીતો છે જેની મદદથી ઐશ્વર્યા 47 વર્ષની ઉંમરે પણ માતા બની શકે છે.
મેનોપોઝ 45 પછી ગમે ત્યારે શરૂ થઇ જાય છે અને મેનોપોઝ શરૂ થયાં બાદ માતા બનવું અશક્ય બની જાય છે. પરંતુ વિજ્ઞાનની મદદથી મહિલાઓ વૃદ્ધાવસ્થા પછી પણ ગર્ભવતી થઈ શકે છે. પરંતુ આવું થવાની શક્યતાઓ ઓછી છે.
હકીકતમાં, આ ઉંમરે, પ્રજનન સારવારની મદદથી જ માતા બની શકાય છે. જો કે, જો તમે 45 પછી માતા બનશો, તો ગર્ભાવસ્થામાં જોખમ વધારે હોય છે. મોટી ઉંમરે ગર્ભાવસ્થા પણ તેની સાથે ઘણી મુશ્કેલીઓ પણ આવે છે. 45 કે તેથી વધુ ઉંમરે ગર્ભધારણ કરવાથી સગર્ભાવસ્થા ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, પ્લેસેન્ટા સાથે સમસ્યાઓ, સિઝેરિયન ડિલિવરી, એક્ટોપિક ગર્ભાવસ્થા, કસુવાવડ અને ડિલિવરી પછી વજન ઘટાડવામાં મુશ્કેલી જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે.
ડોકટરોના મતે અનુસાર, માતા બનવાની શ્રેષ્ઠ ઉંમર 25 થી 30 ની વચ્ચે છે. આ ઉંમર દરમિયાન, જ્યારે માતા બને છે ત્યારે જોખમ ઘટે છે. પણ, 30 પછી, ગર્ભવતી થવાની સંભાવના ઓછી થવા લાગે છે. 40 વર્ષની ઉંમરે, માતા બનવાની શક્યતા 5 ટકા સુધી રહે છે. તે જ સમયે, 45 વર્ષની ઉંમર પછી1 ટકા સુધી રહે છે. આઈવીએફની મદદથી 45 પછી ગર્ભવતી થવાની શક્યતા 70 થી 75 ટકા વધી જાય છે.
ગર્ભાવસ્થાના લક્ષણોમાં જોવા જઈએ તો વારંવાર પેશાબ, મન ચચલ થવું, માથાનો દુખાવો, સ્તનમાં ફેરફાર, પેશાબ રોકી ન શકાય, થાક, પીરિયડ્સ ચૂકી જવું અને કમરનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.
વિજ્ઞાનની મદદથી 47 વર્ષની ઉંમરે પણ વ્યક્તિ સરળતાથી માતા બની શકે છે. જો કે, ગર્ભધારણ કરતા પહેલા, ખોરાકની સારી કાળજી લેવી પડે છે. સંતુલિત આહાર લો, દરરોજ કસરત કરો, તમારું વજન સામાન્ય રાખો. તણાવથી દૂર રહો અને દારૂ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનના લગ્ન વર્ષ 2007 માં થયા હતા. લગ્ન પછી તેમને એક પુત્રી છે. જેનું નામ આરાધ્યા બચ્ચન છે આરાધ્યા બચ્ચનનો જન્મ વર્ષ 2011 માં થયો હતો અને તેની ઉંમર 10 વર્ષ છે.