શ્રદ્ધા કપૂર હાલ પરિવાર સાથે માલદીવ્સમાં છે. શ્રદ્ધા કપૂરની માસી અને એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેના દીકરા પ્રિયાંક શર્માના લગ્ન માટે આખો પરિવાર માલદીવ્સ ગયો છે. ત્યારે શ્રદ્ધા માટે 34મો બર્થ ડે ખાસ બની રહેશે કારણકે તે આખા પરિવાર અને નજીકના મિત્રો સાથે સેલિબ્રેટ કરશે. શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર દીકરીની ખૂબ નજીક છે. શ્રદ્ધાના 34મા બર્થ ડે પર પિતાએ તેના ભરપૂર વખાણ કર્યા છે અને તેણે શું બર્થ ડે ગિફ્ટ માગી છે તે પણ જણાવ્યું છે.
એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં શક્તિ કપૂરે દીકરીના વખાણ કરતાં કહ્યું, “એક વ્યક્તિ તરીકે શ્રદ્ધાની તોલે કોઈ ના આવે. શ્રદ્ધામાં એ ગુણ છે જે મારામાં પણ નથી. તેનું દિલ સોનાનું છે. તે ઉદાર છે અને પશુ પ્રેમી છે. દીકરીની પ્રગતિ જોઈને શક્તિ કપૂરના હરખનો પાર નથી. તેમણે કહ્યું, આજે શ્રદ્ધા આટલી સફળ થઈ છે છતાં પણ તે મારી વાત સાંભળે છે અને માને છે. કોઈપણ મહત્વના નિર્ણય કરતાં પહેલા મારી સાથે વિચાર-વિમર્શ કરે છે. તે મારું ખૂબ સન્માન કરે છે.
આ જોઈને હું પોતાને નસીબદાર માનું છું. શ્રદ્ધા ઈશ્વરે આપેલી ભેટ છે, દેવદૂત છે. 34મા બર્થ ડે પર શ્રદ્ધા શું ગિફ્ટ માગી છે તે વિશે પણ શક્તિ કપૂરે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું, શ્રદ્ધા ઈચ્છે છે કે હું સ્મોકિંગ છોડી દઉં. હવે દીકરીને જન્મદિવસે શક્તિ કપૂર આ ગિફ્ટ આપે છે કે કેમ એ તો આગામી સમયમાં ખબર પડી જ જશે. જો શક્તિ કપૂર સ્મોકિંગ છોડશે તો આ પહેલીવાર નહીં હોય જ્યારે તેમણે પોતાના સંતાનો માટે કોઈ કુટેવ છોડી હોય.
અગાઉ ‘બિગ બોસ 5’માં શક્તિ કપૂરે ભાગ લીધો હતો. ત્યારે ત્યાંથી આઉટ થયા બાદ તેમણે કીધું હતું, ‘શોમાં હું જીતવા માટે નહોતો ગયો. હું મારા બાળકો સિદ્ધાંત અને શ્રદ્ધાને બતાવવા માગતો હતો કે હું એક મહિનો દારુ વિના રહી શકું છું. મને ગર્વ છે કે મેં આ કરી બતાવ્યું. દરમિયાન વર્કફ્રંટની વાત કરીએ તો, શ્રદ્ધા પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે. શ્રદ્ધા કપૂર ‘નાગિન’ ફિલ્મમાં ઈચ્છાધારી નાગણના રોલમાં જોવા મળશે. આ સિવાય શ્રદ્ધા કપૂર લવ રંજનની ફિલ્મ કરી રહી છે. જેમાં તે પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. શ્રદ્ધા છેલ્લે ટાઈગર શ્રોફ સાથે બાગી 3 માં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…