શરદી અને તાવની સમસ્યાથી થઇ ગયા છો પરેશાન? તો ચા કોફી સહિત આ વસ્તુઓ તમારા માટે બની શકે છે જોખમી, જાણો રિપોર્ટ..
લોકો ઠંડા વાતાવરણમાં શરદીની સમસ્યાનો શિકાર બને છે પરંતુ હવામાનમાં પરિવર્તન એ માત્ર શરદી માટે જ જવાબદાર નથી, પરંતુ તમારા આહારમાં કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેનાથી તમે અંતર રાખીને શરદીની સમસ્યાથી બચી શકો છો.
દૂધ
સારા સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જો તમને શરદી થાય છે તો પછી દૂધનું સેવન કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. ખરેખર ડેરી ઉત્પાદનો આપણા શરીરમાં વધુ લાળ બનાવે છે. તેથી, જ્યારે શરદીની સમસ્યા થઇ હોય ત્યારે દૂધનું સેવન ન કરો.
જંક ફૂડ
જંક ફૂડ્સ કોઈપણ રીતે સ્વાસ્થ્ય માટે સારા નથી. ઠંડીમાં પણ તેનો ઉપયોગ કરવાથી સમસ્યા વધી શકે છે. જંક ફૂડ લાળના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, જેનાથી શરદીની સમસ્યા વધે છે.
ખાંડ
વધુ પડતી ખાંડ શરદીમાં પણ વધારો કરી શકે છે. તેના વધુ પડતા સેવનથી રોગપ્રતિકારક શક્તિને નબળી બને છે અને પછી તે તમારી શરદી-ઉધરસને વધુ ખરાબ કરી શકે છે.
ચા-કોફી
ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સમાં કેફીન મળી આવે છે. જેનો શરદી દરમિયાન ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેઓ ગળામાં જાડી લાળ બનાવે છે અને તેનાથી શરદીની સમસ્યા થાય છે.
મસાલેદાર ખોરાક
તે જ રીતે જો તમારા નાકમાંથી પાણી આવે છે, તો તે મસાલેદાર અને મસાલાવાળા ખોરાકને કારણે પણ હોઈ શકે છે. આવામાં જ્યારે તમને શરદી થઇ હોય ત્યારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.