શાહરૂખ ખાનની લઈને આમિરખાન સુધી, જાણો બોલીવુડના આ ટોપ સિતારાઓએ પોતાની પહેલી કમાણી ક્યા કરી હતી ખર્ચ….
બોલિવૂડના ધનિક અને દિગ્ગજ અભિનેતાઓ પહેલાથી જ સમૃદ્ધ નહોતા. આજે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે બધા મોટા સ્ટાર્સની ફિલ્મો 100 થી 200 કરોડની કમાણી કરી છે. પરંતુ ઘણા સિતારાઓએ તેમના પ્રારંભિક તબક્કામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આવી સ્થિતિમાં આજે અમે તમને બોલીવુડ જગતના દિગ્ગજ અભિનેતાઓની શરૂઆતના સમયમાં કમાણી કેટલી હતી અને તેમને તે પૈસાનો ક્યા ઉપયોગ કર્યો હતો? તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શાહરૂખ ખાન
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પહેલી આવક 50 રૂપિયા હતી. શાહરૂખને આ પૈસા ગઝલ ગાયક પંકજ ઉદાસના કોન્સર્ટથી મળ્યા હતા. સમાચાર મુજબ કિંગ ખાન આ પૈસા લઈને આગ્રા ફરવા ગયો હતો. તેણે આ પૈસાથી તાજમહેલની મુલાકાત લેવાનો વિચાર કર્યો હતો.
આમિર ખાન
બોલિવૂડ પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાનની પહેલી આવક લગભગ 1000 રૂપિયા હતી. આમિર ખાને સહાયક નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમિરે આ પૈસા તેની માતાને આપ્યા હતા.
રિતિક રોશન
ગ્રીક ગોડ તરીકે જાણીતા અભિનેતા રિતિક રોશનની પહેલી કમાણી 100 રૂપિયા હતી, આ પૈસાથી તેણે પોતાના માટે રમકડાની ગાડી ખરીદી હતી. તમને જણાવી દઈએ કે રિતિકે આ ફિલ્મ ‘આશા’ થી કમાયેલી છે, આ ફિલ્મમાં રીતિક બાળ કલાકારની ભૂમિકામાં દેખાયો હતો.
કલ્કી કોચેલિન
સમાચાર અનુસાર મલ્ટિલેટલેન્ટ અભિનેત્રી કલ્કી લંડનની એક રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસ તરીકે પાર્ટ ટાઇમ કામ કરતી હતી. તેને લગભગ 1000 થી 2000 નો પગાર મળતો હતો. તમને જણાવી દઈએ કે કલ્કી અહીં કમાયેલા પૈસાથી તેની કોલેજની ફી ચૂકવતી હતી.
ઇરફાન ખાન
દીવગંત અભિનેતા ઇરફાન ખાન પણ એક સમયે બાળકોને ટ્યુશન શીખવતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇરફાને અહીંથી પ્રથમ 25 રૂપિયાની કમાણી કરી હતી. એવું કહેવામાં આવે છે કે ઇરફાને સાયકલ ખરીદવા માટે આ પૈસા બચાવી રાખ્યા હતા.
અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બોલિવૂડમાં આવતા પહેલા કલકત્તાની એક શિપિંગ કંપનીમાં કામ કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે બિગ બીને શરૂઆતના સમયે મહિનામાં માત્ર 500 રૂપિયા પગાર મળતો હતો.
પ્રિયંકા ચોપડા
બોલિવૂડ સહિત હોલીવુડમાં પોતાની ખ્યાતિ લહેરાવી રહેલી પ્રિયંકાની પહેલી આવક 5000 રૂપિયા હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકાએ તેની પ્રથમ કમાણીનો ચેક સીધો માતાના હાથમાં આપ્યો હતો, એવું કહેવામાં આવે છે કે પ્રિયંકાની માતા હજી પણ તે ચેક તેની પાસે રાખે છે.