ઓસ્ટ્રેલિયામાં એક પ્રજાતિનો જીવાષ્મ મળી આવ્યો છે, જે વીંછી જેવો દેખાય છે, આ જીવાષ્મ લગભગ 250 કરોડ વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વુડવર્ડોપ્ટેરસ ફ્રીમેનોરમ (Woodwardopterus Freemanorum) નામના આ વીંછીને ‘સમુદ્રી રાક્ષસ’ પણ કહેવામાં આવે છે કારણ કે નદીઓથી લઈને સમુદ્ર અને તળાવો પર આ વિશાળ વીંછીનું રાજ ચાલતું હતું.
સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું જીવાષ્મ
‘સાયન્સ ન્યૂઝ’ના સમાચાર અનુસાર, આ વીંછીની લંબાઈ એક મીટર હતી અને આ પ્રાણી શુદ્ધ પાણીને પોતાનું રહેઠાણ બનાવતું હતું. લાંબા સમયથી તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો અને હવે તેનો જીવાષ્મ ક્વીન્સલેન્ડના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. સૌથી પહેલા આ જીવાષ્મ 1990 ના દાયકામાં મધ્ય ક્વીન્સલેન્ડના ગ્રામીણ વિસ્તારમાં મળી આવ્યો હતો અને ત્યારથી તેના પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું.
આ જીવાષ્મની સરખામણી વીંછીની અન્ય પ્રજાતિઓ સાથે કરવામાં આવી રહી હતી અને તેમની વચ્ચેની સમાનતા અંગે પણ સઘન સંશોધન કરવામાં આવી રહ્યું હતું. કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન, સંશોધન કાર્ય ખૂબ જ ઝડપથી કરવામાં આવ્યું હતું કારણ કે આ સમયે મ્યુઝિયમ સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવેલ હતું. આ જીવાષ્મ અન્ય કોઈપણ પ્રજાતિઓ કરતાં લગભગ 1 કરોડ વર્ષ નવું હોવાનું જાણવવામાં આવી રહ્યું છે.
પછી ખત્મ થઇ ગઈ વીંછીની આ પ્રજાતિ
ક્વીન્સલેન્ડ મ્યુઝિયમના અધિકારી એન્ડ્ર્યુ રોઝફેલ્ડસે જણાવ્યું કે આ દરિયાઈ વીંછી કોલસા વચ્ચે પ્રિઝર્વ હતો અને જીવાષ્મ લગભગ 25.2 કરોડ વર્ષ જૂનો છે. તેમણે કહ્યું કે જીવાષ્મ પર સઘન સંશોધન કરવામાં આવ્યું હતું જેને વૈજ્ઞાનિક ભાષામાં યુરિપ્ટેરિડા કહેવામાં આવે છે. રોઝફેલ્ડસે કહ્યું કે આ આખી દુનિયામાં તે તેના પ્રકારનું છેલ્લું યુરિપ્ટેરિડા હતું.
વૈજ્ઞાનિકોના મતે આ પછી આ અનોખા જીવની પ્રજાતિ દુનિયામાંથી લુપ્ત થઈ ગઈ. આ જીવાષ્મમાંથી પ્રજાતિઓની મુસાફરી વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવશે અને ઓળખ કરવામાં આવશે કે ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય કયા દેશોમાં આવા વીંછીઓ હાજર હતા. આ અંગે હિસ્ટોરિકલ બાયોલોજી જર્નલમાં એક અભ્યાસ પણ પ્રકાશિત થયો છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…