પૌરાણિક કથાઓ અનુસાર, દેવતાઓ અને અસુરો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી નિકળેલા 14 રત્નો પૈકી એક કામધેનુ ગાય હતી. રામાયણ, મહાભારત, અને ભગવદ્ ગીતામાં ગાયનો ઉલ્લેખ મળે છે. ગાય ભગવાન કૃષ્ણને અતિપ્રિય છે. ગાય પૃથ્વીનું પ્રતિક છે. ગૌમાતામાં 33 કરોડ દેવતાઓ વાસ કરે છે અને તમામ વેદો પણ ગાય માતામાં રહેલા છે.
ભવિષ્ય પુરાણ અનુસાર, ગાયના શીંગડામાં ત્રણેય લોકોના દેવી-દેવતા બિરાજમાન છે. સૃષ્ટીના રચનાકાર બ્રહ્મા અને પાલનકર્તા ભગવાન વિષ્ણુ ગાયના શિંગડાના નીચલા ભાગમાં બિરાજમાન છે અને ગાયના શિંગડાના મધ્યભાગમાં ભગવાન શિવ શંકર બિરાજમાન છે. ગાયના લલાટમાં માં ગૌરી અને નાસિકાના ભાગમાં ભગવાન કાર્તિકેય બિરાજમાન છે.
આપણા ગુરૂદેવે પણ ગાયને ખૂબ મહત્વ આપ્યું છે. શાંતિકુંજ વિશ્વ વિદ્યાલય, મથુરા અને આંબલખેડામાં ગૌશાળા છે. અને ગુરૂદેવે પોતાના સાહિત્યમાં ગૌ, ગંગા અને ગાયત્રી પર ખૂબ ભાર મૂક્યો છે.
હવે વિદેશીઓ પણ ગૌમાતાના મહત્વને સમજતા થયા છે. યોગ અને આયુર્વેદની જેમ જલ્દી જ આખું વિશ્વ ગાય માતાના મહત્વને સ્વિકારી લેશે. કેટલીક વિદેશી કંપનીઓ આપણા જ દેશના બજારમાંથી 2 રૂપિયાના કિલો બટાકા ખરીદીને તેમાંથી ચિપ્સ બનાવીને તે જ ચીપ્સ 250 રૂપિયે કિલો વેચે છે. આવનારા દિવસોમાં આ જ રીતે એ લોકો આપણી જ ગાયના ગોબર આપણને જ મોંઘા ભાવે વેચશે. સમયની જરૂરીયાત છે કે, હવે ગૌમાતાના મહત્વને સમજી લઈએ. શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક આધાર પર એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે, ગાય માતા પોતાના શરીરના દરેક ભાગથી આપણા પર કૃપા વરસાવે છે.
ગાયના દૂધનું વૈજ્ઞાનિક મહત્વ:
- ઈન્ટરનેશનલ કાર્ડિયોલોજી કોન્ફરન્સના અધ્યક્ષ ડો. શાંતિલાલ શાહના મતે હ્યદય સંબંધીત રોગો જે વ્યક્તિને હોય તેના માટે ગાયનું દૂધ ખૂબ ઉપયોગી છે.
- ગાયના દૂધના કણ સૂક્ષ્મ અને સુપાચ્ય હોય છે.
- એટલે તે મસ્તિષ્કની સૂક્ષ્મત્તમ નાડીઓમાં પહોંચીને મસ્તિષ્કને શક્તિ પ્રદાન કરે છે
- ગાયના દૂધમાં કેરોટીન (વિટામીન-એ) નામનો એક પીળો પદાર્થ હોય છે, આ પદાર્થ આંખની દ્રષ્ટીને વધારે છે.
- ચરક સંહિતા અનુસાર, ગાયનું દૂધ મનુષ્યને જીવન જીવવાની શક્તિ પ્રદાન કરનારા દ્રવ્યોમાંથી શ્રેષ્ઠ છે.
- ગાયના દૂધમાં 8 ટકા પ્રોટીન, ટકા કાર્બોહાઈડ્રેટ, અને 0.7 ટકા મિનરલ્સ, વિટામીન એ,બી, સી, ડી અને ઈ હોય છે.
- બુદ્ધીવર્ધક, આયુષ્ય પ્રદાન કરનારું, તેમજ ત્રીદોષ (વાત,પિત્ત, કફ) નાશક છે.
ગાયના ઘીનું વૈજ્ઞાનિક મહત્વ
- ગાયનું ઘી ખાવાથી કોલસ્ટોરલ વધતું નથી
- ગાયનું ઘી હાર્ટ એટેક જેવી સમસ્યાઓથી બચાવે છે
- રશિયન વૈજ્ઞાનિક શિરોવિચે કરેલા સંશોધન અનુસાર, ગાયના ઘીમાં મનુષ્યના શરીર સુધી પહોંચી ગયેલા રેડિયોધર્મી કણોના પ્રભાવને નષ્ટ કરવાની અસીમ શક્તિ છે.
- ગાયના ઘીથી યજ્ઞ કરવાથી વાતાવરણમાં ઓક્સિજનનું નિર્માણ થાય છે
- ગાયના ઘીને ચોખા સાથે ભેળવી તેને યજ્ઞમાં હોમવાથી, ઈથીલીન ઓક્સાઈડ, પ્રોપલીન ઓક્સાઈડ, અને ફોરમૈલ્ડીહાઈડ નામના ગેસ પેદા થાય છે.
- ઈથીલીન ઓક્સાઈડ અને ફાર્મેલ્ડીહાઈડ નામના ગેસ વાતાવરણમાં રહેલા જીવાણુઓનો નાશ કરે છે.
- તો પ્રોપલીન ઓક્સાઈડ વરસાદ લાવવામાં ઉપયોગી છે અર્થાત ગાયનું ઘી હોમીને કરવામાં આવેલા યજ્ઞથી વાતાવરણની શુદ્ધી થાય છે અને સારો વરસાદ પણ આવે છે.
- એક તોલા એટલે કે (100) ગ્રામ ગાયના ઘીથી યજ્ઞ કરવાથી વાતાવરણમાં 1 ટન ઓક્સિજનનું નિર્માણ થાય છે.
- રશિયામાં ગાયના ઘીથી કરવામાં આવતા હવન પર વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને સિદ્ધ કર્યું છે કે, ગાયના ઘીને હવનમાં હોમ્યા બાદ તેમાંથી જે ધૂમાડો નિકળે છે તે વાતાવરણને શુદ્ધ કરીને મનુષ્યને અનેક પ્રકારના વાયરસો અને રોગોથી બચાવે છે
- ગાયનું ઘી આંખો માટે ખૂબ લાભકારી છે, ગાયનું ઘી, ત્રીદોષ નાશક, આયુષ્ય પ્રદાન કરનારું, શક્તિ પ્રદાન કરનારું, મધુર, શીતળ, સુંદર અને તમામ દ્રવ્યોમાં ઉત્તમ હોય છે.
- ગાયનું ઘી ખાવાથી શ્વાસ, ક્ષય, લક્વા સહિતના અનેક રોગોમાં રાહત મળે છે
- જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બિમાર છે તો ઘરમાં રોજ સવારે અને સાંજે ગાયના શુદ્ધ ઘીમાં કેસર મીશ્રીત કરીને એક દિવો પ્રગટાવો. આ દિવો જ્યારે પ્રજ્વલિત થશે ત્યારે તેમાંથી કેસર મિશ્રીત ધુમાડો નિકળશે અને તે વાતાવરણમાં રહેલી નકારાત્મક ઉર્જાઓને ખતમ કરી નાંખશે અને સકારાત્મક ઉર્જામાં વધારો કરશે.
- કહેવાય છે કે, જે ઘરમાં રોજ સવારે અને સાંજે ગાયના શુદ્ધ ઘીનો દિવો થાય છે ત્યાંથી ખરાબ શક્તિઓ આપોઆપ ભાગી જાય છે.
- શિવમહાપુરાણ એમ કહે છે કે, જે વ્યક્તિ શિવલિંગ પર રોજ ઘી અર્પિત કરે છે તેને શારીરિક બળ પ્રાપ્ત થાય છે.
ગૌમૂત્રનું વૈજ્ઞાનિક મહત્વ
- ગૌમૂત્રમાં તામ્ર હોય છે જે માનવ શરીરમાં સુવર્ણ રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. સુવર્ણ સર્વરોગ નાશક શક્તિ ધરાવે છે. સુવર્ણ તમામ પ્રકારનું વિષનાશક છે. ગૌમૂત્રમાં તામ્ર સિવાય, લોહ તત્વ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય પ્રકારના મિનરલ્સ, કાર્બોનિક એસિડ, પોટાશ, અને લેક્ટોઝ જેવા તત્વો મળી આવે છે.
- ગૌમૂત્રમાં 24 પ્રકારના તત્વો હોય છે જેના કારણે ગૌમૂત્રથી બનાવેલી વિવિધ પ્રકારની ઔષધીઓ કેટલાય રોગોના નિવારણ માટે ઉપયોગી છે.
- ગૌમૂત્ર કિટાણુનાશક હોવાથી વાતાવરણને શુદ્ધ કરે છે અને જમીનની ઉપજાઉ શક્તિને વધારે છે.
- યુવાનો માટે ગૌમૂત્ર ખૂબ લાભદાયી છે.
- ગૌમૂત્રનો પ્રયોગ કરીને યુવાનો, કમજોરી, સુસ્તી, આળસ, માથાનો દુઃખાવો, કમજોર યાદશક્તિ, સહિતની અનેક સમસ્યાઓમાંથી મુક્ત થઈ શકે છે.
- કેન્સર જેવા મોટા રોગો, હાઈ બ્લડ પ્રેશર, અને દમ-શ્વાસ જેવા રોગોમાં પણ ગૌમૂત્ર વધારે ઉપયોગી અને ફાયદાકારક સિદ્ધ થયું છે.