સુરતસ્વાસ્થ્ય

વારંવાર સારવાર કરાવીને થાકી ચૂકેલ શાંતિનું સ્મીમેરના ડૉક્ટરોએ ઘૂંટણ બદલીને બનાવી ચાલવા લાયક

સ્મીમેરના ડૉક્ટરોએ ઘૂંટણ બદલીને યુવતીને બનાવી ચાલવા લાયક

સ્મીમેરના ડૉક્ટરોએ ઉત્તર પ્રદેશના જૌનપુરની એક મહિલાના ઘૂંટણને બદલીને તેને ચાલવા યોગ્ય બનાવી હતી. આ મહિલાના ઘૂંટણોને ઘણું બધું નુકસાન થયું હતું, જેના કારણે તે ચાલી શકતી ન હતી. ત્યારે આ મહિલાએ મફત સારવાર માટે સુરત સ્મીમેરના ડૉક્ટરોનો આભાર માન્યો છે. મહિલાના એક પગનો ઘૂંટણ બદલાયા બાદ બીજા પગની સારવાર પણ શરૂ કરવામાં આવી છે.

સામાન્ય પરિવારમાંથી આવતા 58 વર્ષીય શાંતિ પાલ વર્ષોથી ઘૂંટણની અસહાય પીડાથી પરેશાન હતી. તેને ઉત્તર પ્રદેશમાં અલગ-અલગ ડૉક્ટરો પાસેથી સારવાર લીધા પછી પણ કોઈ ફરક પડ્યો ન હતો. અને આખરે સુરતના પાંડેસરા ખાતે રહેતી તેમની પુત્રીએ તેમને અહીં બોલાવ્યા હતા. કોઈએ તેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવવાની સલાહ આપી. ત્યારબાદ તે અહીં સુરત શાંતિ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવી પહોંચી હતી. ત્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ કહ્યું કે ઘૂંટણ બદલવો પડશે. અને આના વગર કોઈ પણ સારવાર શક્ય નથી.

ડૉક્ટરો બીજા પગના ઘૂંટણને પણ બદલવાની કરી રહ્યા છે તૈયારી

જો કે આ મહિલાના પગના એક્સ-રે તપાસમાં તેના બંને પગના ઘૂંટણ પાસે પગનું હાડકું વળેલું હોવાનું સામે આવ્યું હતું. ઓર્થોપેડિક્સ વિભાગના વડા ડો.જનક રાઠોડ અને તેમની ટીમે મહિલાના પરિવાર સાથે આ મામલે વાત કર્યા બાદ ઘૂંટણ બદલવાની તૈયારી શરૂ કરી હતી. ત્યારે હવે સ્મીમેરના ડોકટરોએ બીજા પગમાં પણ ઘૂંટણ બદલવાની તૈયારીઓ કરી લીધી છે. આ ઘૂંટણના વર્ષો જૂના દર્દમાંથી યુવતીને મુક્તિ મળતા મહિલાએ આર્થોના ડો. જનક રાઠોડનો હાથ જોડી આભાર માન્યો હતો. મહિલાએ કહ્યું કે મને ચાલવામાં, ટોઇલેટમાં જવામાં અને અન્ય નાના-નાના કામ કરવા માટે આ ઘૂંટણના કારણે ઘણી પીડા થઇ રહી હતી. ત્યારે માં વાત્સલ્ય કાર્ડ દ્વારા આ સ્મીમેર હોસ્પિટલમાં મારી મફત સારવાર કરવામાં આવી છે અને તે સફળ રહ્યું છે અને મારા પગના ઘૂંટણની બદલી કરવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button