ક્રાઇમદેશ

SC માં 2002ના ગુજરાત રમખાણો પર ઝાકિયા જાફરીની અરજી ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો

SC માં 2002ના ગુજરાત રમખાણો પર ઝાકિયા જાફરીની અરજી ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો

સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેટલાકને વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 9 ડિસેમ્બર, 2021ના રોજ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

ઝાકિયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં કરી હતી અરજી

28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં થયેલી હિંસા દરમિયાન માર્યા ગયેલા 69 લોકોમાં કોંગ્રેસના ધારાસભ્ય એહસાન જાફરીનો સમાવેશ થાય છે. જે બાદ તેમની પત્ની ઝાકિયા જાફરીએ રાજ્યમાં રમખાણો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોની ક્લીનચીટને પડકારી હતી અને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ઝાકિયા જાફરીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે અગાઉ જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠને કહ્યું હતું કે તેમણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની કથિત સંડોવણી વિશે બિલકુલ દલીલ કરી નથી અને મોટા ષડયંત્રના મુદ્દા સાથે કામ કરી રહ્યા હતા. જેની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તપાસ કરી નથી.

SITએ કર્યો વિરોધ

જાફરીની અરજીનો વિરોધ કરતાં, SITએ ગોધરા હત્યાકાંડ પછી કોમી રમખાણો ભડકાવવા માટે કોઈ “મોટા કાવતરા”નો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે SIT રિપોર્ટ સામે ઝાકિયાની વિરોધની ફરિયાદ પણ ફગાવી દેવામાં આવી હતી. એસઆઈટીએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે આ કેસમાં FIR અથવા ચાર્જશીટ નોંધવા માટે કોઈ આધાર મળ્યું નથી. ઝાકિયાની ફરિયાદના આધારે તપાસ પણ કરવામાં આવી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું.

જયારે, સુપ્રીમ કોર્ટમાં તેમની અરજીમાં, ઝાકિયાએ કહ્યું હતું કે “કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) ની કલમ 173 (8) હેઠળ વધુ તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ને વચગાળાનો આદેશ આપે. 8 જૂન 2006ની ફરિયાદ અને 15મી એપ્રિલ, 2013ની વિરોધ અરજી દ્વારા વિદ્વાન સમક્ષ મુકવામાં આવેલ પુરાવા. તમને જણાવી દઈએ કે વર્ષ 2012માં SITએ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો, ત્યારબાદ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી.

[quads id=1]

Related Articles

Back to top button