લાઈફસ્ટાઈલ

વ્હેલ નાં મો માંથી ‘મોત ને માત’ દઈ ને જિવતો બહાર આવ્યો વ્યક્તિ, સંભળાવી ૩૦ સેકંડ નાં ડરામણા સફર ની કહાની

કહેવાય છે કે જેની મદદ ભગવાન કરે છે, તે મૃત્યુ ને પણ ખુબ જ સરળતા થી ચકમો આપી દે છે. આવું જ કઈક થયું એક અમેરિકી માણસ ની સાથે. વ્હેલ માછલી નાં મો માં ૩૦ સેકંડ સુધી રહ્યા બાદ તે જિવતો બચી નીકળ્યો. ડેઈલી મેઈલ ની રિપોર્ટ અનુસાર તેને કેટલાક ઘાવ લાગ્યા છે, જેના માટે તેને હોસ્પિટલ માં દાખલ કરાયો છે.

અમેરિકા નાં મૈસાચુસેટ્સ માં જે ઘટના બની, તે કોઈ ચમત્કાર થી ઓછી નથી. ૫૬ વર્ષીય માઈકલ પૈકર્ડે મોત ને માત આપી. માઈકલ લોબસ્ટર ડાઈવર છે અને આ કામ છેલ્લા ૪૦ વર્ષો થી કરી રહ્યા છે. તેઓ સમુદ્ર માં અલગ અલગ પ્રકાર નાં જીવો ને પકડી ને બજાર માં વેચે છે.

તેઓ રોજ ની જેમ શુક્રવારે સવારે સમુદ્રનાં હેરિંગ કોવ બીચ પર હતા. તેમણે જણાવ્યું કે તેઓ સમુદ્ર માં ડુબકી મારી ૩૫ ફૂટ ઉંડાણે જતા રહ્યા. આ દરમિયાન એમને વ્હેલે ગળી લીધા. માઈકલે કહ્યુ કે એકદમ મને ધક્કો લાગ્યો અને પછી અંધકાર છવાઈ ગયો. લાગી રહ્યું હતું કે હું હલી ચલી તો શકું છું પણ સમજાતું ન હતું કે આખરે થઈ શું રહ્યું હતું.

એમણે જણાવ્યું કે ‘ પહેલા મને લાગ્યું કે કોઈ શાર્કે હુમલો કર્યો છે. આજે તો હું મરી જ જઈશ. હું તેની અંદર હતો. બધું જ કાળું થઈ ચૂક્યું હતું. એવું લાગી રહ્યું હતું કે અહીં થી બહાર નહી નીકળી શકું.

માઈકલે કહ્યું કે ‘ થોડી વાર માં જ એહસાસ થયો કે આ શાર્ક નથી. કેમ કે મને કોઈ દાત વાગ્યો ન હતો કે ન કોઈ ઘાવ થયો હતો. બધું જ બ્લેક થઈ ગયું હતું મને ખબર હતી કે હું અહીં થી બહાર નહીં નીકળી શકું એટલે પોતાની પત્ની ની સાથે ૧૪ અને ૧૨ વર્ષનાં મારા દીકરાઓ ને યાદ કરવા લાગ્યો. ત્યાર બાદ વ્હેલ નાં મો માંથી બહાર નીકળવા નો પ્રયાસ શરૂ કર્યો.

માઈકલે કહ્યુ કે ‘ વ્હેલ પોતાનું માથું હલાવવાં લાગી. એકદમથી મને પ્રકાશ દેખાયો અને બીજી જ ક્ષણ માં હું સમુદ્ર માં હતો. તેણે મને બહાર ફેંકી દિધો. લગભગ ૩૦ સેકંડ સુધી વ્હેલ નાં મો માં રહ્યો. મને વિશ્વાસ નથી થતો કે હું કેવી રીતે બહાર નીકળી ગયો.

માઈકલ નાં મિત્ર જોશિય્યાહ મેયો એ તેમને સમુદ્ર માંથી બહાર કાઢ્યા, જે તેમની હોડી પર સવાર હતા. મેયો એ કહ્યું કે અચાનક જ હોડી ની સામે પાણી નો મોટો ફુગ્ગો ફુટ્યોં, જેની સાથે માઈકલ પૈકાર્ડ પણ બહાર નીકળી આવ્યા. માઈકલ ને પાણી ની બહાર કાઢ્યા બાદ કિનારા પર લાવ્યા, જ્યાં બનાવ ની જાણકારી અધિકારીઓ ને આપવા માં આવી.

પ્રોવિંસટાઉન ફાયર ડિપાર્ટમેન્ટે પછી ઘટના ની પુષ્ટિ કરતાં જણાવ્યુ કે મરજીવા નાં પગ માં વાગ્યું છે. માઈકલે કહ્યું કે પહેલા તો એમને લાગ્યું કે આ ઘટના માં એમના પગ ભાંગી ગયા છે, પણ ડોક્ટરો એ કહ્યું કે એમને કેટલાંક ઘાવ લાગ્યા છે, જે જલ્દી જ સારા થઈ જશે. માઈકલે પોતાની આ કહાની ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પ્રોવિંસટાઉન બચાવદળ પ્રતિ તેમની ‘ દેખભાલ અને મદદ’ માટે આભાર વ્યક્ત કર્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button