સ્વાસ્થ્ય

સવારે ખાલી પેટે ખાઈ લો તુલસીના બે પાન, 15 દિવસમાં જોવા મળશે જબરદસ્ત ફાયદા…

તુલસીમાં ઘણા ઔષધીય ગુણો જોવા મળે છે. તેનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં પણ થાય છે. હૃદયરોગ, શરદી અને કફમાં તુલસીનો ઉપયોગ કરવાથી ઘણી રાહત મળે છે. ઘરમાં તુસલી લગાવવી શુભ માનવામાં આવે છે. આ છોડ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ સાથે ખાસ જોડાણ ધરાવે છે, તેમ જ તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

જો તમે દરરોજ સવારે તુલસીના પાન ખાવાની ટેવ પાડશો, તો તે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આનાથી શરદી, ઉધરસ, પાચન જેવી સમસ્યાઓ પણ દૂર થશે.

તુલસીના પાન પાચને યોગ્ય રાખવામાં મદદ કરે છે. આ સાથે તે એસિડિટી અને પેટમાં બળતરાની સમસ્યા પણ રાખે છે. તુલસી શરીરના પીએચ સ્તરને જાળવવામાં પણ મદદગાર છે.

અધ્યયનો અનુસાર તુલસીના પાંદડામાં હાજર એડેપ્ટોજેન તાણને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે નર્વસ સિસ્ટમ હળવી કરીને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે. તુલસીના પાન માથાના દુખાવામાં પણ રાહત આપે છે. તણાવ અને માથાનો દુખાવોની સમસ્યાનો સામનો કરવા માટે, રોજ સવારે 2-3 તુલસીના પાન ખાલી પેટ પર ખાવા જોઈએ.

શ્વસન સમસ્યાઓ

તુલસી શ્વસન સમસ્યાઓના ઉપચારમાં ખૂબ ઉપયોગી છે. મધ, આદુ અને તુલસીનો બનેલો ઉકાળો પીવાથી બ્રોંકાઇટિસ, અસ્થમા, કફ અને શરદીમાં રાહત મળે છે. આ સિવાય મીઠું, લવિંગ અને તુલસીના પાનથી બનેલો ઉકાળો ઈન્ફલ્યુએન્ઝામાં ત્વરિત રાહત આપે છે.

મૂત્રપિંડની પથરી

તુલસી કિડનીને મજબૂત બનાવે છે. જો કોઈની કિડનીમાં પથરી બની ગઈ હોય, તો તેને મધ સાથે મિક્ષ કર્યા પછી તુલસીનો અર્ક નિયમિત લેવો જોઈએ. આવું કરવાથી છ મહિનામાં ફરક જોવા મળશે.

હૃદય રોગ

તુલસી લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડે છે. આવી સ્થિતિમાં, તે હૃદયના દર્દીઓ માટે ખૂબ અસરકારક છે.

તણાવ

તુલસીના પાંદડામાં પણ એન્ટિ-સ્ટ્રેસ ગુણધર્મો જોવા મળે છે. તાજેતરનાં સંશોધન બતાવે છે કે તુલસી તણાવ સામે રક્ષણ આપે છે. તણાવને પોતાનાથી દૂર રાખવા માટે, વ્યક્તિએ દરરોજ બે વખત તુલસીના પાન ખાવા જોઈએ.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago