બે બાળકો સાથે ક્રૂરતાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરો અને છોકરી રડતા જોવા મળી રહ્યા છે, જેની સાથે એક મહિલા ખૂબ જ કઠોર વર્તન કરી રહી છે.
બે બાળકો સાથે ક્રૂરતાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં એક છોકરો અને છોકરી રડતી જોવા મળી રહી છે, જેની સાથે એક મહિલા ખૂબ જ કઠોર વર્તન કરી રહી છે.આ વિડીયો દ્વારા અમે જણાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે જ્યારે બાળકોની સાચી માતા મૃત્યુ પામે છે અને પિતા ફરીથી લગ્ન કરે છે ત્યારે તેની બીજી પત્ની પહેલી પત્નીના બાળકો સાથે કેટલુ ખરાબ વર્તન કરે છે.
લગભગ ત્રણ મિનિટના આ વીડિયોમાં ગુસ્સે થયેલી મહિલા બાળકો પર કોઈ વાતને લઈને ગુસ્સે થઈ રહી છે અને વારંવાર તેમને તેમના કપડા ઉતારવાનું કહી રહી છે. બંને બાળકો હાથ જોડીને મહિલાની માફી માગી રહ્યા છે, પરંતુ મહિલા તેમની વાત સાંભળી રહી નથી. મહિલા બાળકોને કહી રહી છે કે જો તેઓ તેમના કપડા નહીં કાઢે તો તે તેમને ફરીથી ખરાબ રીતે માર મારશે. મહિલા પણ બાળકોને મારવાની ધમકી આપી રહી છે.અંતે, બંને બાળકો અડધા નગ્ન જોવા મળે છે. જે મહિલા વિડીયોમાં બાળકો સાથે ખરાબ વર્તન કરી રહી છે તે તેમની સાવકી માતા નથી, પરંતુ તેમની વાસ્તવિક માતા છે.
કેટલાક કીવર્ડ્સની મદદથી વિડીયો વિશે કેટલાક ન્યૂઝ રિપોર્ટ મળ્યા.આ મુજબ, આ વીડિયો દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદના સારણ વિસ્તારનો વિડીયો છે, જ્યાં ગુસ્સે થયેલી માતાએ દૂધ ગરમ કરવા મૂક્યું તે ઊભરી જવાના કારણે તેના બાળકોને ખરાબ રીતે માર માર્યો હતો, માતાએ બાળકોના કપડા ઉતાર્યા અને તેમને ઘરની બહાર કાઢી દીધા પછી તેનો વીડિયો બનાવ્યો. જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે બાળ કલ્યાણ સમિતિએ આરોપી માતા વિરુદ્ધ ફરિયાદ કરી અને પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો.બાદમાં પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.
બાળકોને આ વિશે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ દૂધ ગરમ કરી રહ્યા હતા અને આ દરમિયાન દૂધ ઉભરાઇ ગયું. તે પછી, મમ્મીએ બંને ભાઈ – બહેનોના કપડા ઉતાર્યા અને અમને ખૂબ માર માર્યો.”મમ્મી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને અમે મમ્મીને પરેશાન કરી રહ્યા હતા, તેથી મમ્મીએ ગુસ્સે થઈને અમારો વીડિયો બનાવી દીધો.”
બાળકોનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેમને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા હતા. આ મહિલાના અણબનાવના કારણે બાળકોના પિતા મથુરામાં જ પરિવારથી અલગ રહે છે. આ ઘટનાને લઈને ઘણા વધુ સમાચાર પ્રકાશિત થયા છે. પરંતુ અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી કે જેમાં લખ્યું હોય કે આ મહિલા બાળકોની સાવકી માતા છે.
અમે માહિતીની જાણકારી મેળવવા સારણ પોલીસ એસએચઓ રાજેશ બાગરીનો સંપર્ક કર્યો. રાજેશે એમ પણ કહ્યું કે મહિલા બાળકોની સાચી માતા છે. અમે આ અંગે ફરીદાબાદ બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીપાલ કર્હાના સાથે પણ વાત કરી હતી. કર્હાનાએ અમને કહ્યું કે તે જૂઠું છે કે વિડીયોમાં રહેલી મહિલા આ બાળકોની સાવકી માતા છે. કર્હાના અનુસાર, આ વીડિયો મહિલાએ પોતે જ બનાવ્યો હતો અને તેણે કહ્યું હતું કે વીડિયો દ્વારા તે બાળકોને ડરાવવા માંગતી હતી જેથી બાળકો હવે પછી કોઈ તોફાન ન કરે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…