મહાભારત મા ભૂમિકા નિભાવનાર આ કલાકાર નું થયું નિધન, આર્થિક સંકળામણ માંથી પાર થઈ રહ્યા હતા.
મનોરંજન ઉદ્યોગમાં દુખદ સમાચાર આવ્યા છે. મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનારા સતીષ કૌલનું નિધન થયું છે. સતિષ લગભગ 73 વર્ષના હતા અને લુધિયાણામાં રહેતા હતા. અહેવાલો અનુસાર, તે લાંબા સમયથી માંદગી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. અહેવાલો અનુસાર, તેમને પેલા કોરોના સંક્રમણ પણ થઈ ચૂક્યું હતું.
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા સતીષ કૌલ
જણાવી દઈ એ કે થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે સતીષ કૌલ વૃદ્ધાશ્રમમાં રહે છે, જોકે તે સમયે સતીષ કૌલે પોતે જ કહ્યું હતું કે આવા અહેવાલો એક અફવા છે અને પોતે લુધિયાણામાં ભાડાના મકાનમાં રહેતા હતા. જણાવી દઈએ કે 2011 માં તે મુંબઇથી પંજાબ પાછો ફર્યો હતો અને તેની આર્થિક સ્થિતિ સારી નહોતી. સતિષે કહ્યું હતું કે લોકડાઉનને કારણે તેની આર્થિક સ્થિતિ કથળી છે. પીટીઆઈ સાથેની વાતચીત દરમિયાન સતીશે કહ્યું હતું કે તેમની પાસે દવાઓ અને રેશન જેવી સામાન્ય જરૂરિયાતો માટે પૈસા નથી.
લગભગ બે વર્ષ માંદગી માં ગાળ્યા
વર્ષ 2015 માં એક અકસ્માત ને લીધે સતીશ કૌલ ને હિપ ના ભાગ માં ફ્રેકચર થતાં લગભગ અઢી વરસ ખાટલા માં જ રહવું પડ્યું હતું . આવી સ્થિતિમાં તેની આર્થિક સ્થિતિ કથળી હતી. તે જ સમયે, સતિષ કૌલની કારકિર્દીની વાત કરીએ તો તેણે ‘પ્યાર તો હોના હી થા’, ‘આન્ટી નંબર વન’ સહિત લગભગ 300 હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. સતિષ કૌલને ‘મહાભારત’માં ભગવાન ઇન્દ્રના પાત્ર દ્વારા ઓળખાણ મળી હતી. આ સાથે, તે ‘વિક્રમ અને બેટલ’ માટે પણ જાણીતા છે.