બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય છે અને દિવસે દિવસે ચાહકો સાથે નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેનું કાપેલા નાકને બતાવવામાં આવ્યું છે. વીડિયો શેર કરતાં સારાએ તેને કેપ્શન આપ્યું હતું કે ,”સોરી અમ્મા અબ્બા … મેં મારું નાક કાપી નાખ્યું. જોકે સારા અલી ખાનના ચહેરાને કોઈ નુકસાન થયું નથી, પરંતુ નાક પર ઈજા થઈ હોય તેવું લાગે છે જેના કારણે લોહી પણ વહી રહ્યું છે.
સારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના ચાહકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેના નાકને ઈજા કેવી રીતે થઈ અને તેની સાથે શું થયું? ઘણા ચાહકો તેમને સતત પ્રશ્નો પૂછી રહ્યા છે જ્યારે કેટલાક લોકો તેને બહાદુર છોકરી કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સારા ઘણીવાર સોશિયલ મીડિયા પર મજેદાર વીડિયો શેર કરે છે. તે ક્યારેક પોતાના ભાઈ સાથે અને ક્યારેક પોતાના મિત્રો સાથે રમૂજી તસવીરો અને વીડિયો શેર કરે છે અને તેણે આ વીડિયો ને રમૂજી રીતે પણ શેર કર્યો છે. બીજી તરફ, તેના નાક પર કપાઈ ગયાનો અર્થ એ હતો કે તેને નાકમાં ઈજા થઈ હતી. વધુ મહત્ત્વની વાત એ છે કે સારાએ આ વાતનું વર્ણન અલગ અને મનોરંજક રીતે કર્યું છે.
તમને જણાવી દઈએ કે સારા અલી ખાનને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત “કેદારનાથ” ફિલ્મથી કરી હતી આ ફિલ્મમાં તે દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની સાથે દેખાય હતી વર્ષ 2018માં રીલીઝ થયેલ આ ફિલ્મમાં બંનેની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ઘણી રોમાંચક બતાવી હતી આમ તો આ ફિલ્મ થિએટરમાં બોક્સ ઓફિસ પર વધુ ખાસ ચાલી ન હતી. પરંતુ સારા અલી ખાને તેના ચાહકોમાં અલગ જગ્યા બનાવવામાં સફર રહી હતી.
આ પછી સારા અલી ખાન ફિલ્મ ‘સિમ્બા’માં દેખાય હતી આ ફિલ્મમાં તે અભિનેતા રણવીર સિંહ સાથે જોવા મળી હતી તમને જણાવી દઈએ કે સારા અલી ખાન ટુંક સમયમાં જ ફિલ્મ “અંતરંગી” માં બૉલીવુડના અભિનેતા અક્ષય કુમાર અને ધનુષ સાથે જોવા મળશે આ ફિલ્મ આનંદ એલ. રૉય દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.
આ જાણકારી મુજબ, ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં પૂરું થઈ ગયું છે અને જલ્દી જ તે થિએટરમાં જોવા મળશે તમને જણાવી દઈએ કે પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે સારા કુલી નંબર -1 “, લવ આજકલ ફિલ્મમાં જોવા મળી છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…