Categories: સમાચાર

ચાલુ ગાડી એ પોતે પોસિટિવ હોવાના સમાચાર મળતા આઘાત લાગ્યો અને ગાડી નું બેલેન્સ ગુમાવતાં. . .

કેરળના કોલ્લમ જિલ્લાના કડક્કલની 40 વર્ષીય મહિલાને ગાડી ચલાવતી હતી ત્યારે ફોન દ્વારા પોતાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની જાણ થઈ ત્યારે તેને આઘાત લાગ્યો અને કાર બેકાબૂ થઈ જતાં લાઇટ ના થાંભલા સાથે અથડાઇ ગઈ હતી. સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. 

જો કે આ ઘટનામાં મહિલા બચી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલા લગભગ એક કલાક સુધી રસ્તા પર બેઠી હતી અને સારવારની રાહ જોતી હતી, પરંતુ એક પણ એમ્બ્યુલન્સ તેને હોસ્પિટલમાં લઈ જવા તૈયાર નહોતી. કારની ટક્કર એટલી ગંભીર હતી કે ગાડી પલટી મારી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે એક 40 વર્ષીય મહિલા કોલ્લમના આંચલ વિસ્તારની ખાનગી લેબમાંથી પોતાના ઘરે પરત ફરી રહી હતી.

ઈન્ડિયા ટુડેએ સૂત્રોના એહવાલથી જણાવ્યું છે કે જ્યારે મહિલા ડ્રાઇવિંગ કરી હતી તે કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે તે ગભરાઈ ગઈ હતી અને વાહનનો નિયંત્રણ ગુમાવી દીધી હતી. આ ઘટનામાં મહિલાને મોઢા પર પણ ઈજાઓ પહોંચી હતી. મહિલા તેના ઘરે જઇ રહી હતી અને સારી વાત એ હતી કે તેણીએ તેના બે બાળકોને એક સગાના ઘરે મૂકી દીધા હતા. 

ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મહિલાને પહેરવાની પી.પી.ઇ કીટ આપી હતી. અધિકારીઓએ કહ્યું કે અમને કોરોના દર્દીઓની પરિવહન માટે ફાયર એમ્બ્યુલન્સ ચલાવવાની મંજૂરી નથી. આ પછી, ઘાયલ મહિલાનો એક પાડોશી તેની કાર લઈ આવ્યો અને તેને હોસ્પિટલમાં લઈ ગયો. 

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago