બોલિવૂડમનોરંજન

ચિરંજીવીની ફિલ્મમાં કામ કરવા માટે સલમાન ખાન નહીં લે ફી, ‘ગોડફાધર’થી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે

બોલિવૂડમાં પોતાની બાદશાહત જમાવ્યા બાદસુપરસ્ટાર સલમાન ખાન હવે સાઉથ ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે ટૂંક જ સમયમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ‘ગોડફાધર’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર ચિરંજીવી સાથે પ્રથમ વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ચિરંજીવીએ પોતે પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે.

એક રિપોર્ટ મુજબ, આ ફિલ્મમાં સલમાન ખાન એક કેમિયો રોલ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાને આ ફિલ્મ માટે ફી નહીં લેવાનો નિર્ણય પણ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સે તેમને ફિલ્મ માટે મોટી રકમની ઓફર કરી હતી, પરંતુ તેમણે પૈસા લેવાનો ઇનકાર કરી દીધો હતો.

સલમાન ખાનની મિત્રતાની વાતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફેમસ છે. કહેવામાં આવે છે કે, તે પોતાના મિત્રો માટે કંઈ પણ કરી શકે છે. ફિલ્મ “ગોડફાધર” ના સંદર્ભમાં પણ આ જ વાત સાબિત થઈ છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો સારો રોલ રહેલો છે. નિર્માતાઓના મુજબ, સલમાનની આ ભૂમિકાને કારણે હિન્દી દર્શકોમાં પણ તેમને સારો રિસ્પોન્સ મળશે.

એટલા માટે નિર્માતાઓએ તેમને ફી ચૂકવવાનું નક્કી કર્યું, પરંતુ સલમાને શૂટિંગ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, તે આ પ્રોજેક્ટ માટે એક રૂપિયો પણ ચાર્જ લેશે નહીં. તમને જણાવી દઈએ કે, સલમાન અને ચિરંજીવી ઘણા જૂના મિત્રો રહેલા છે. તેઓ અવારનવાર મળતા રહે છે. સોશિયલ મીડિયા પર તેમની મિત્રતાનું વર્ણન કરતી ઘણી તસ્વીરો રહેલી છે.

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સલમાન છેલ્લી ફિલ્મ ફિલ્મ ‘અંતિમ’ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી. ‘અંતિમ’ માં તેના સાળા આયુષ શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. લોકોને તેનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. હાલમાં સલમાન ‘ટાઈગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

[quads id=1]

Related Articles

Back to top button