બોલિવૂડ

સલમાન ખાને 5 હજાર ફ્રન્ટલાઈન વર્કરોને ફુટ પેકેટની વહેચણી કરી, રસોડામાં જઈને જાતે ફુડની ક્વોલીટી ચેક કરી

ભારતમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ બની રહ્યું છે. ત્યારે બોલીવૂડ સ્ટાર્સ દ્વારા ઘમા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે. પહેલા સોનૂ સૂદ સહિત ઘણા સેલેબ્રિટીઓ લોકોને મદદ કરતા હતા. ત્યારે હવે તો સલમાન ખાન પણ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યો છે. તેણે મુંબઈમાં ફ્રન્ટલાઈન વર્કરનો સપોર્ટ કર્યો જેમા તેણે ફ્રન્ટલાઈન વર્કરને ફુટ પેકેટ્સ વહેચ્યા છે.

આ બાબતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમા સલમાન ખાસ ફ્રન્ટલાઈન વર્કર્સ માટે જે ખાવાનું તૈયાર કરવામાં આવ્યું તેની ક્વોલીટી ચેક કરતો હતો. વીડિયોમાં આફ જોઈ શકો છો કે જે ખાવાનું ફ્રન્ટલાઈન વર્કરને આપવાનું છે તેજ સલમાન ખાન ચેક કરી રહ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે.

સોશિયસ મીડિયા પર સલમાન ખાનના ફેન્સે તેમી દરિયાદિલીની પ્રશંસા કરી છે. આ વીડિયોમાં સલમાન ખામ સાથે આઈ લવ મુંબઈ નામના NGO સભ્ય રાહુલ કનલ પણ જોવા મળી રહ્યા છે. કે જેઓ ફ્રન્ટલાઈન વર્કરને ફુડ પેકેટ્સ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@salmankhanfanclub)

રાહુલ કનલ શિવસેનાની યુવા સેના કોર કમિટીનો મેમ્બર પણ છે. રાહુલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સલમાન ખાન ફ્રન્ટલાઈન વર્કરની ઘણી ઈજ્જત કરે છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે સલમાન માતા પણ તેમના હાથની બનાવેલી રસોઈ બહાર પોલીસ કર્મીને આપે છે. તેણે કહ્યું હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં ફ્રન્ટલાઈન વર્કર તેમના જીવના જોખમે કામ કરી રહ્યા છે. જેથી તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

બિંગ હ્યુમન ફાઉન્ડેશન તરફથી પણ મુંબઈના ફ્ન્ટલાઈન વર્કર માટે છેલ્લા એક સપ્તાહથ ભાઈજાન કિચનમાં નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમા આઈ લવ મુંબઈ નામનું એનજીઓ પણ સલમાન ખાનનો સાથ આપી રહ્યું છે. આ કિચન બાદ્રા વેસ્ટમાં છે. જોકે ઘણા વિસ્તાકોમાં બીંગ હન્ગ્રી નામના એક મિની ટ્રક દ્વારા પણ ફૂડ પેકેટની ફ્રન્ટલાઈન વર્કરને વહેચણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે ગત વર્ષે લોકડાઉન થચું હતું ત્યારે પણ સલમાન ખાને જરૂરિયાતમંદોને ભોજનથી લઈને જરૂરી સામાન પહોચાડ્યો હતો. જોકે હાલ કોરોનાની જે સ્થિતી છે તેને જોઈને લોકોમાં હવે ભયનો માહોલ ફેલાય ગયો છે. કારણકે આવી સ્થિતી પહેલા ક્યારેય લોકો નથી જોઈ. લોકડાઉન સમયે પણ સંક્રમણ એટલી હદે બેકાબૂ નહોતું બન્યું જેટલું હાલ બન્યું છે.

[quads id=1]

Related Articles

Back to top button