બોલિવૂડ

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-૩ આ ખાસ દિવસે થશે રીલીઝ

સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-૩ આ ખાસ દિવસે થશે રીલીઝ

સલમાન ખાનની આવનારી ફિલ્મને લઈને મોટી જાણકારી સામે આવી છે. સલમાન ખાનની આવનારી ફિલ્મ ટાઈગર-૩ ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રીલીઝ પર કરવામાં આવશે. સલમાન ખાન દ્વારા આ ફિલ્મની તારીખની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે ટીઝર પણ શેર કર્યું છે. આ ફિલ્મમાં સલમાન ખાન કૈટરીના કૈફ સાથે જોવા મળશે. જ્યારે યશરાજ બેનરની સ્પાઈ ફ્રેન્ચાઇઝી ટાઇગર-3નું ડાયરેક્શન મનીષ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે.

તેની સાથે ટીઝરની શરૂઆત કેટરીના કેફના દ્રશ્યોમાં કેટલાક લોકોની સાથે તે નાઇફ ફાઇટિંગની પ્રેક્ટિસ કરતી જોઅં મળી રહી છે. પ્રેક્ટિસ પૂર્ણ કર્યા બાદ તે સલમાન ખાનની પાસે જતી જોવા મળે છે અને તે ચાદર ઓઢીને સુઈ રહ્યો છે. તે દરમિયાન કેટરીના કૈફ ટાઇગરને કહે છે કે હવે તારો વારો છે. ત્યાર બાદ સલમાન ચાદર હટાવીને કહે છે કે અમે આવી રહ્યાં છીએ. ત્યારબાદ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મની તારીખ 21 એપ્રિલ 2023 સામે આવી જાય છે.

આ સિવાય ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ કરાશે. સલમાન ખાને ટીઝર શેર કરવાની સાથે જણાવ્યું છે કે, આપણે બધા પોતાનું ધ્યાન રાખવાનું છે. ટાઇગર 3, 2023 ની ઈદ પર આવશે. આપણે બધા લોકો તેને જોવા માટે હાજર રહીએ. વાઈઆરએફ ના 50 વર્ષની સાથે ટાઈગર-3 નો જશ્ન સિનેમાઘરોમાં મનાવીએ.

નોંધનીય છે કે, તાજેતરમાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2023 ના રિલીઝ કરવાં આવશે. તેની સાથે આ ફિલ્મની ડેટને લઈને ચર્ચાઓ થવા લાગી હતી જ્યારે હવે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ ની રીલીઝ તારીખને જાહેર કરી દેવામાં આવી છે. નોંધનીય છે, પઠાણ ફિલ્મમાં સલમાન, ટાઇગરના અંદાજમાં કેમિયો કરતા જોવા મળશે.

[quads id=1]

Related Articles

Back to top button