સમાચાર

મંદિર માંથી સાઈબાબા ની મૂર્તિ હટાવા બદલ આ શખ્સ ની પોલીસે કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ દિલ્હી પોલીસે પદમ પનવાર નામના એક રીઅલ એસ્ટેટ બિઝનેસમેન ની સાઈબાબા મંદિરની મૂર્તિ હટાવવાના આરોપસર ધરપકડ કરી છે. આ આરોપીના સુપરવિઝન હેઠળ સમગ્ર તોડફોડ કરવામાં આવી હતી.

વિગતો મુજબ આરોપી નું એવુ માનવું હતું કે લોકો ના શ્રદ્ધા સબૂરી ગણાતા સાઈબાબા મુસલમાન છે એટલે તેને હટાવી ને હિન્દુ દેવતા ની નવી ગણેશજી ની મૂર્તિ મુકવામાં આવી.

ટ્વિટર પર મુકવામાં આવેલા વિડિઓ મા આ આરોપી આછા વાદળી શર્ટ પેરેલો દેખાય છે. જેમાં બીજા પણ વહાઈટ શર્ટ અને કેશરી શાલ વાળા વ્યક્તિ હાજર હતા તેં પૂજારી હોવાનું જાણવામાં આવ્યું છે. તેમણે પેલા આરોપી ને આવું કામ કરવા બદલ આશીર્વાદ આપ્યા હતા અને સાઈ ને પાખંડી કઈ ને બોલાવ્યા હતા.

અલગ અલગ નવ વ્યક્તિઓ ના જૂથે આ બાબતે 31 માર્ચ ના રોજ પોલીસ મા ફરિયાદ કરી હતી. ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે સાઈબાબા ની મૂર્તિ ને હટાવવામાં આવી છે અને તે મુસલમાન છે એવું કહેવામાં આવ્યું છે. ફરિયાદી ઓ એ જગ્યાએ ફરી વખત સાઈબાબા ની મૂર્તિ મુકવાની પણ માગણી કરી છે.

ફરિયાદ કરવા વાળા માંથી એક જણાએ કહ્યું કે અમે જેટલા લોકોએ કમ્પ્લેન કરે છે તેમાંથી કોઈ એરિયામાં રહેતું નથી, પરંતુ અમે સાંઈ બાબાના ભક્તો છીએ. ડીમોલેશન બાદ મંદિરની આસપાસ રહેતા સાંઈબાબાના ઘણા ભક્તો ને દુઃખ થયું હતું.

[quads id=1]

Related Articles

Back to top button