Russia-Ukraine War: રુસો-યુક્રેન યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયન સેના યુક્રેન પર સતત બોમ્બમારો કરી રહી છે. યુદ્ધને રોકવા અને રશિયાને નબળું પાડવા માટે ઘણા મોટા દેશો તેના પર સતત પ્રતિબંધો લગાવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાએ રશિયા પર દબાણ લાવવા માટે ઘણા મોટા પ્રતિબંધો પણ લગાવી દીધા છે. આજે આ કડીમાં, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે રશિયા અને બેલારુસમાં વૈભવી સામાનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જણાવી દઈએ કે બેલારુસને રશિયાનું સમર્થન કરવા બદલ સજા મળી છે.
આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ
સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમે રશિયન વીસ્કી, સમુદ્રી ભોજન અને બિન-ઔદ્યોગિક હીરાની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રાઈસે જણાવ્યું હતું કે અમેરિકન યુક્રેન માટે પ્રતિબદ્ધ રહેશે અને તે સુનિશ્ચિત કરશે કે રશિયાને પ્રતિબંધોમાં કોઈ રાહત આપવામાં નહીં આવે. તેમણે કહ્યું કે અમે હંમેશા યુક્રેન સાથે પ્રતિબદ્ધ અને એકજૂટ રહીશું. તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી પુતિન પોતાનો માર્ગ નહીં બદલે અને પોતાની ક્રૂર આક્રમકતા છોડી દેન ત્યાં સુધી રશિયા પરની આ કડકાઈ ચાલુ રહેશે.
યુરોપિયન સંઘે પણ લગાવ્યા છે પ્રતિબંધો
આ પહેલા યુરોપિયન યુનિયન દ્વારા પણ રશિયામાં લક્ઝરી પ્રોડક્ટ્સની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી. યુરોપિયન યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે વિશ્વ વેપાર સંગઠનના સભ્ય તરીકે રશિયાના ક્રૂર કૃત્યને પરિણામે વૈભવી ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત યુરોપિયન સંઘે આ પણ કહ્યું છે કે, EU રશિયામાંથી લોખંડ અને સ્ટીલ ક્ષેત્રની મુખ્ય વસ્તુઓ પર પ્રતિબંધ મૂકશે. આ સાથે રશિયાના ઉર્જા ક્ષેત્રમાં રોકાણ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
રશિયાએ ચૂકવવી પડશે આર્થિક કિંમત
જણાવી દઈએ કે, ફ્રાન્સમાં ગુરુવાર અને શુક્રવારે યુરોપિયન સંઘના નેતાઓની બેઠક બાદ નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી. આ અગાઉ, નેડ પ્રાઈસે એ પણ નિર્દેશ કર્યો હતો કે યુએસ તેના G7 ભાગીદારો સાથે રશિયા પર દબાણ લાવવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે આ જાહેરાત એ સુનિશ્ચિત કરવા માટે કરી છે કે રશિયન સરકાર યુક્રેન પર આક્રમણ માટે ગંભીર આર્થિક અને રાજદ્વારી કિંમત ચૂકવે.