રશિયા અને યુક્રેનની વચ્ચે તુર્કીના ઈસ્તાંબુલમાં મહત્વની વાતચીત ચાલી રહી છે. જો આ વાતચીત સફળ રહેશે તો સમગ્ર વિશ્વને મોંઘવારીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. વાસ્તવમાં, બંને દેશોના રાજદ્વારીઓ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને તુર્કીના અધિકારીઓની હાજરીમાં અનાજની નિકાસ પર પ્રતિબંધો પર ચર્ચા કરી રહ્યા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે અનાજ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને લશ્કરી અધિકારીઓ દ્વારા વાતચીત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે આ વર્ષે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાએ યુક્રેનના ઘણા મહત્વપૂર્ણ જગ્યાઓ પર કબજો કરી લીધો છે. તેમાં કાળો સમુદ્ર (Black C) સંબંધિત ઘણા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ થાય છે. આ સિવાય રશિયાએ યુક્રેનના ઘણા મહત્વપૂર્ણ બંદરો પર કબજો કરી લીધો છે અથવા તો હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. આવી સ્થિતિમાં લગભગ પાંચ મહિના માટે યુક્રેનથી અનાજની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મડાગાંઠને સમાપ્ત કરવા માટે યુએન અને તુર્કીએ રશિયા-યુક્રેન વચ્ચે વાતચીત શરૂ કરવાનો આગ્રહ કર્યો છે.
રશિયા દ્વારા સર્જાયેલી મડાગાંઠને કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO), જે સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થોના ભાવ પર નજર રાખે છે, તેનો ફૂડ પ્રાઇસ ઈન્ડેક્સ માર્ચમાં જ તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો હતો. આ ટ્રેકર 1990 માં જ શરૂ કરવામાં આવ્યું હતું. એટલે કે સમગ્ર 32 વર્ષમાં ખાદ્ય પદાર્થોના ભાવ સૌથી વધુ નોંધાયા છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…