સમાચાર

રશિયા યુક્રેન હુમલાને લઈને આવ્યા મોટા સમાચાર, રશિયાએ કિવમાં આવેલ ટીવી ટાવર પર કર્યો હુમલો, 5 લોકોના મોત

યુક્રેન પર રશિયા દ્વારા સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે યુદ્ધના છઠ્ઠા દિવસે યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સેના દ્વારા મુખ્ય ટીવી ટાવરને નિશાના પર લેવામાં આવ્યું હતું. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને ઘણી ટીવી ચેનલોના પ્રસારણ પ્રભાવિત થયા છે. યુક્રેનના ગૃહમંત્રી દ્વારા તેની જાણકારી આપવામાં આવી છે.

વિદેશ મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, “રશિયન સેનાએ બેબનિયારમાં મેમોરિયલ કોમ્પ્લેક્સ પાસે ટીવી ટાવર પર હુમલો કર્યો હતો. રશિયન સેનિકો પોતાની હરકતોથી બાજ આવી રહ્યા નથી. રુસ=બર્બર. ટીવી ટાવર તે ઓબ્રાહએચ મેટ્રો સ્ટેશનથી ઘણું નજીક છે જ્યાં સેંકડો લોકો દ્વારા સબવેમાં આશ્રય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, રશિયાએ યુક્રેન બીજા સૌથી મોટા શહેર ખારકીવને પણ નિશાના પર લીધેલ છે. યુક્રેનનું કહેવું છે કે, રશિયાએ રહેણાંક વિસ્તારો પર હુમલા કર્યા છે. તેમાં આઠ લોકોના જીવ ગયા છે. આ યુદ્ધ અપરાધ છે.

એટલું જ નહીં લગભગ 40 માઈલના કાફલામાં રશિયન ટેન્ક અને અન્ય સૈન્ય વાહનો સતત મુસાફરી કરી રહ્યા છે. તેની સાથે રશિયન ટેન્કે ખાર્કીવ અને રાજધાની કિવની વચ્ચે સ્થિત શહેર ઓક્તિરકામાં એક લશ્કરી મથક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુક્રેનના 70 થી વધુ સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધના કારણે છ લાખથી વધુ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે. જ્યારે પોતાને બચાવવા માટે લોકોએ ભૂગર્ભ મેટ્રો સ્ટેશન, બંકરો અને અન્ય આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો છે.

[quads id=1]

Related Articles

Back to top button