મુખ્યમંત્રી વિજય રૂપાણી ને રજતતુલા કાર્યક્રમ માં ચાંદી થી તોળવામાં આવ્યા
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલો ચાંદી થી તોલવામાં માં આવ્યા હતા.
રાજ્ય સરકારે જાહેર કરેલી યાદીમાં ઉમેર્યું હતું કે ‘રાજત તુલા’ કાર્યક્રમ સમસ્ત મહાજન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં માનનીય રૂપાણી સાહેબે ગૌશાળા માટે ચાંદી નું દાન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે તેમની સરકાર પશુધનનાં કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને ગૌહત્યા સામે 12 વર્ષ સુધીની જેલની સજા નો કડક કાયદો ઘડ્યો છે.
તેમણે કહ્યું કે તેમની સરકારે પતંગ ઉત્સવ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે ‘કરૂણા અભિયાન’ શરૂ કર્યું હતું, ઉપરાંત, 350૦ મોબાઇલ વેટરનરી વાન ચલાવવા ઉપરાંત ગાયના આશ્રયસ્થાનોને આર્થિક સહાય આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આવા ગાય આશ્રયસ્થાનો અથવા પાંજરાપોળ બનાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે, જે ચલાવતા લોકોને ઘાસચારો ઉગાડવામાં મદદ કરી આત્મનિર્ભર બનવા માં મદદ કરવામાં આવશે. બનાસકાંઠા અને મહેસાણામાં યોજાયેલ ‘ગૌચર’ વિકાસ કાર્યો નું રૂપની સાહેબે ઓનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું.