રોયલ એનફિલ્ડ લાંબા સમયથી તેની બેસ્ટ સેલિંગ બાઇક ક્લાસિક 350નો નવો અવતાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધીમાં આ બાઇક ઘણા જુદા જુદા પ્રસંગોએ પરીક્ષણ કરતી જોવા મળી હતી. જેમાં તેના અમુક ફોટા સામે આવ્યા હતા.પરંતુ તાજેતરમાં આ બાઇક રાજસ્થાનમાં ટીવી કોમર્શિયલ શૂટ (ટીવીસી) દરમિયાન જોવા મળી છે, જેમાં આ બાઇક સ્પષ્ટ જોઇ શકાય છે.
પાવર વ્હીલ્સ અનુસાર, આ બાઇક રાજસ્થાનના જેસલમેરમાં જોવા મળી છે.કંપનીએ આ બાઇકમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે, જે તેને વર્તમાન મોડલથી અલગ બનાવે છે.તેમાં ક્રોમ બેઝલ્સ, ક્રોમ પ્લેટેડ એક્ઝોસ્ટ (સાયલેન્સર), રાઉન્ડ શેપ રીઅર વ્યૂ મિરર, ટીયર ડ્રોપ શેપમાં ફ્યુઅલ ટેન્ક અને આકર્ષક ફેન્ડર્સ સાથે રેટ્રો સ્ટાઇલ્ડ સર્ક્યુલર હેડલેમ્પ્સ મળે છે.
બાઇકની સાઇડ પેનલમાં અને ફ્યુઅલ ટેન્ક પણ સી આકારના ગ્રાફિક્સ આપ્યા છે, જ્યારે ફેન્ડરમાં નવી સ્ટ્રીપ્સ જોવા મળે છે.નવી રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 ની પાછળની પ્રોફાઇલ પણ અપડેટ કરવામાં આવી છે. તે હવે પહેલા કરતા પણ વધુ કોમ્પેક્ટ છે અને આમાં સુધારેલ ટેલ-લેમ્પ્સ અને ઇન્ડિકેટર્સ આપ્યા છે. જ્યારે સિંગલ-સીટર વેરિએન્ટને સારી ગાદી સાથે અપગ્રેડ કરેલી બેઠકો પણ આપી છે, ટ્વીન-સીટર મોડેલને વિભાજીત બેઠકો અને બ્લેક-આઉટ ટ્રીટમેન્ટ મળે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…