સ્વાસ્થ્ય

રોજ માત્ર આ 2 સરળ કામ કરી લેશો તો જીવનભર નહીં આવે હાર્ટ એટેક, જાણી લો આ ઉપયોગી માહિતી….

દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે  એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. સવાલ એ થાય છે કે હાર્ટ એટેક શાને કારણે થાય છે ?હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન 20 કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે.

દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્રારા પહોચે છે. ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે.

આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો (છહખ્તૈહટ્ઠ) અનુભવાય છે. આ  દુખાવો ક્ષણીક હોય છે અને ર થી પ મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ છહખ્તૈહટ્ઠ નો દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી.

આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં,પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. 20% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે.

તમને ખબર છે કે 60% પુરૂષો અને 50% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહલા લક્ષણ રૂપે સીધોે હાર્ટ-એટેક જ આવે છે. અને અત્યંત ગંભીર બાબતતો એ છે કે હાર્ટ-એટેક દરમ્યાન 25%  લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યું પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ-દર નથી ! અને કરૂણતા તો એ છે કે વિશ્વના કોઈપણ દેશ કરતાં ભારતમાં હૃદયરોગની બિમારીનું પ્રમાણ 5 થી 10 ગણું વઘારે છે અને ભારતને હૃદયરોગોની રાજધાની કહેવાય છે!

તમે કયારેય સાંભળ્યું છે કે હાથીને હાર્ટ-એટેક આવ્યો કે ઘોડાને લકવા( પક્ષઘાત) થયો ? અરે આજની તારીખે આફ્રીકા અને દક્ષિણ અમેરીકામાં જીવતા કેટલાક આદીવાસીઓ ને પણ હાર્ટ-એટેક કે લકવો થતો નથી! તો પછી આપણને શું કામ આવે છે? આનું કારણ એ છે કે સસ્તન પ્રાણીઓ અને પેલા આદીવાસીઓના લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ 100% દ્બખ્ત % અને ન્ડ્ઢન્ (સૌથી ઘાતક કોલેસ્ટેરોલ)નું પ્રમાણ 50 દ્બખ્ત % થી પણ ઓછું છે.

[wpna_related_articles title=”આ પણ વાચો…” ids=”3176,3298,3297″]

આપણા જન્મ વખતે આપણું પ્રમાણ પણ તેટલું જ હતું. આ બઘાની લોહીની ઘમનીઓમાં આટલા ઓછા કોલેસ્ટેરોલના કારણે ચરબી જામતી જ નથી અને આ કારણે હાર્ટ-એટેક કે લકવા(પક્ષઘાત) થતો જ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્‌ન બદલાઈ ગઈ છે. તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ, મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ, અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોેલેસ્ટેરોલ અને ન્ડ્ઢન્ નું પ્રમાણ લોહી 2 ગણાથી પણ વઘી ગયું અને તેનું રકતવાહીનીઓમાં જામી જવાનુુંં શરૂ થયું જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો. ભારતના વડા પ્રઘાન મનમોહનસિહ હોય કે અમેરીકાના ભુતપુર્વ રાષ્ટ્રપતિ બિલ કલીન્ટન હોય, આ રોગ કોઈને છોડતો નથી.

અત્યારે તો આપણી લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ ન કરવાની આદત ઘણી બીમારીઓનું કારણ હોય છે. જે બીમારીઓ પહેલાં 50 વર્ષની ઉંમર બાદ થતી હતી તે પણ હવે યંગસ્ટર્સમાં થવા લાગી છે. જેમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી ગયો છે. તેની પાછળ બે કારણો છે લાઈફસ્ટાઈલ અને એક્સરસાઈઝ ન કરવાની આદત. એક્સરસાઈઝ ન કરવાની આદત અને બેઠાડું જીવનને કારણે હાર્ટ એટેકનો ખતરો વધતો જઈ રહ્યો છે. જાણો તેનાથી બચવા શું કરવું.બ્રિસ્ક વોક અને સાઈકલિંગ હાર્ટ માટે બહુ જ સારી એક્સરસાઈઝ છે.રોજ કરશો તો હાર્ટ ડિસીઝ રહેશે દૂર.આ 2 એક્સરસાઈઝ કરવાથી ઘટી શકે છે હાર્ટ એટેકનો ખતરો.આ 2 એક્સરસાઈઝને રૂટીનમાં લાવો.

સાઈકલિંગ

જો તમને સાઈકલિંગ પસંદ હોય તો તે એક્સરસાઈઝ તમારા માટે ફુલ બોડી એક્સરસાઈઝની જેમ કામ કરશે. ધીરેથી શરૂ કરીને પછી સ્પીડમાં સાઈકલિંગ કરવું બહુ જ ફાયદાકારક છે. યાદ રાખવું કે સાઈકલિંગ હમેશાં ફ્રી સ્ટાઈલમાં કરવી. જો સાયકલ ટાઈટ ચાલી રહી હોય તો તેને બરાબર કરીને જ કરવું. નહીં તો ઘૂંટણ પર ખરાબ અસર થઈ શકે છે.

બ્રેસ્ક વોક

વોકિંગ સૌથી સેફ એક્સરસાઈઝ છે. હાર્ટથી લઈને ઘૂંટણના દુખાવા સુધી બધાંમાં ફાયદાકારક છે. બસ તેને કરવાની રીત થોડી અલગ હોય છે. ધીરે, તેજ અને બ્રિસ્ક વોકિંગ તમારા શરીરની ક્ષમતા પ્રમાણે કરો. લાંબા સમય સુધી વોક કરવાની આદત બાદ બ્રિસ્ક વોક કરી શકાય છે. કોશિશ કરો આ વોક એવી હોય જેમ મેરેથોનમાં દોડતી વખતે લોકો અપનાવે છે. ચાલવું પણ દોડતાં હોઈએ એ રીતે. આ એક્સરસાઈઝ તમને હાર્ટ ડિસીઝની સાથે અન્ય બીમારીઓથી પણ બચાવશે.

પાતળા લોકોને પણ ખતરો

પાતળા લોકોને પણ હાર્ટ એટેકના ચાન્સિસ હોય છે. જો જાડાં લોકો એક્ટિવ છે તો તે લોકોમાં આ ખતરો ઘણો ઓછો થઈ જાય છે. ડોક્ટર કહે છે કે દરેક એક્સરસાઈઝ દરેક વ્યક્તિ માટે યોગ્ય જ હોય એવું નથી. પણ કઈ એક્સરસાઈઝ તમારા માટે યોગ્ય છે તે ટ્રેનર બતાવી શકે છે. જેથી એક્સરસાઈઝ પહેલાં ટ્રેનરની સલાહ અવશ્ય લો.

હાર્ટ એટેકથી બચવાના ઘરેલું નુસખા પણ અજમાવી શકો છો.

લાલ મરચામાં રહેલા કેલ્શ્યિમ, જિંક, સેલેનિયમ, મેગ્નેશ્યિમ વિટામીમ સી અને એ હાર્ટ એટેક આવવા પર બચાવી શકે છે. હાર્ટ એટેક આવવા પર દર્દીને તરત 1 કપ પાણીમાં 1 ચમચી લાલ મરચું મિક્સ કરીને પીવડાવવું જોઇએ. તેમજ દર્દી બેભાન થઇ ગયો છે કો કોઇપણ રીતે તેને લાલ મરચું ચટાડવું જોઇએ. જેથી તે ભાનમાં આવી જશે અને તે બાદ તેને લાલ મરચાનો જ્યુસ પીવડાવો. જેથી દર્દીનો જીવ પણ બચી જશે.આ ઉપાય કરતા પહેલા એકવાર તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago