ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફ્રેબુઆરીથી એટલે રવિવારથી ત્રણ વનડેની સીરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં રમાશે. રોહિત શર્માની ફૂલટાઈમ વનડે કેપ્ટન તરીકે પ્રથમ વનડે સીરીઝ છે. તે ઈજાના કારણે સાઉથ આફ્રિકાના પ્રવાસે જઈ શક્યા નહોતા. તેમની ગેરહાજરીમાં લોકેશ રાહુલે વનડે સીરીઝમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં સાઉથ આફ્રિકાએ ભારતને 3-૦ થી હરાવ્યું હતું. હવે રોહિત શર્મા ફીટ થઈને પરત ફર્યા છે.
રોહિત શર્માએ પ્રથમ વનડેને લઈને કરવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં તેમને જણાવ્યું છે કે, તેમની સાથે ઇનિંગ્સની શરૂઆત કોણ કરશે. તમને જણાવી દઈએ કે, લોકેશ રાહુલ બહેનના લગ્નના કારણે પ્રથમ વનડે મેચ રમી રહ્યા નથી. જ્યારે, ટીમના બે ઓપનર શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ કોરોના સંક્રમિત થઈ ગયા છે. એવામાં મયંક અગ્રવાલને તેમના બેકઅપ તરીકે ટીમમાં જોડવામાં આવ્યા છે.
રોહિત શર્માએ જણાવ્યું છે કે, “ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ઓપનિંગ કરશે. મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. પરંતુ તે હાલમાં આઈસોલેશનમાં છે અને તેમનું કોરેનટાઈન હજુ પૂર્ણ થયું નથી. આવી સ્થિતિમાં કિશન ઇનિંગ્સની શરૂઆત કરશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારત પોતાની 1000 મી વનડે મેચ રમશે. તેની સાથે ભારત આ સિદ્ધી પ્રાપ્ત કરનાર પ્રથમ દેશ બની જશે.
શું કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની જોડી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝમાં એક સાથે બોલિંગ કરતા જોવા મળશે. આ સવાલના જવાબમાં રોહિત શર્માએ જણાવ્યું છે કે, “કુલદીપ યાદવ અને યુજ્વેન્દ્ર ચહલએ ભૂતકાળમાં અમારા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમને બહાર થવું પડ્યું કેમકે અમે અલગ ટીમ કોમ્બીનેશન પર ધ્યાન આપી રહ્યા હતા. પરંતુ આ નિશ્વિતરૂપથી મારા મગજમાં છે કે, હું તેમને એક સાથે પરત લાવીશ.”
કરતી જોવા મળશે? આ પ્રશ્નના જવાબમાં રોહિતે કહ્યું, “કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલે ભૂતકાળમાં અમારા માટે સારું પ્રદર્શન કર્યું છે. તેને પડતો મૂકવો પડ્યો કારણ કે અમે કેટલાક અલગ ટીમ કોમ્બિનેશન અજમાવવા માગતા હતા. પરંતુ તેમને પાછા એકસાથે લાવવાનું ચોક્કસપણે મારા મગજમાં છે.”
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…