ક્રાઇમસુરત

રિક્ષા ચાલકે 15 વર્ષની સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બાદમાં તેના પિરવાજનોને આપી જાનથી મારી નાખવાની ધમકી

સુરતમાં દિવસેને દિવસે વધી રહેલી ગુનાખોરી આપણા સમાજ માટે એક ચીંતાનો પ્રશ્ન બન્યો છે તેમા પણ હત્યા અને દુષ્કર્મ જેવા ગુનાતો અહીયા જાણેકે સામાન્ય થઈ ગયા છે ત્યારે વધુંમાં ફરી વાર અહીયા એક 15 વર્ષની સગીરા દુષ્કર્મનો શિકાર બની છે સાંભળીને તમને નવાઈ લગાશે કે આરોપીએ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી ફરાર

શહેરના ભટાર ક્રિષ્ણાનગરમાં રહેતા રીક્ષા ચાલકે તેનાજ વિસ્તારમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું બાદમાં તેને એવી ધમકી આપી કે જો તે કોઈને કહેશે તો મારી નાખશે ઘટના અંગે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસ પણ બે ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીની શોધખોળ આરંભી છે. પરંતુ હાલ તે ફરાર છે.

એકલતાનો લાભ ઉઠાયો

પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે આરોપી રીક્ષા ચલાવે છે જે સગીરા સાથે તેણે દુષ્કર્મ આચર્યું છે તે સગીરા છેલ્લા કેટલાય સમયથી તેનાજ વિસ્તારમાં રહે છે જેથી તેની સગીરા પર ઘણા સમયથી દાનત બગડી હતી બનાવના દિવસે તેણે સગીરાની એકલાતાનો લાઊ લઈને તેને એક રૂમમાં લઈ ગયો જ્યા તેણે તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે બળજબરી પૂર્વક શારિરીક સંબંધો બાંધ્યા હતા.

સગીરાએ માતાને કીધું

જોકે તે સમયે સગીરા ખૂબજ ગભરાઈ ગઈ હતી જેથી તે ન તો કોઈને કહી શકે કે ન તો સહી શકે તેવી તેની સ્થિતી થઈ ગઈ હતી પરંતુ જ્યારે તે તેના ઘરે પહોચી ત્યારે તેની માતાએ તેની પુછ્યું કે શું થયું છે ત્યારે સગીરાએ સમગ્ર હકીકત તેની માતાને કીધી જ્યારે માતાને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી.

માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

સમગ્ર મામલે સગીરાની માતાએ અને તેના પરિવારને જાણ થતા તેઓ તાત્કાલીક પોલીસ સ્ટેશન ગયા હતા જ્ચા તેમણે આરોપી સામે ફરિયાદ નોંધાવી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીની શોધખોળ આરંભી છે જોકે આરોપીને જ્યારે જાણ થઈ કે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે તે ત્યાથી ફરાર થઈ ગયો છે જેથી આ મામલે પોલીસ પણ આરોપીની શોધખોળ કરી રહી છે.

મહીલાઓની સુરક્ષાને લઈને સવાલો

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બાળકીઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે જે મામલે શહેરના પોલીસ સ્ટેશનોમાં સતત ફરિયાદો નોંધાઈ રહી છે પરંતુ વધતી જતી ગુનાખોરીને કારણે પોલીસ પણ હવેતો અહીયી એકશન મોડમાં આવી ગઈ છે જેમા પોલીસે આરોપીઓને ઝડપી પાડીને તેમના જેલભેલા કરી રહી છે, જોકે દુષ્કર્મના બનાવોને કારણે હવે અહીયા મહિલાઓની સુકરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button