રાજ્યમાં સતત મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે. કેમકે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચેલા છે. એવામાં આજે ગૃહિણીઓમાં માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તેનું કારણ તેલના ડબાના ભાવ છે. આજે કપાસિયા તેલના ભાવ ફરી વધારો કરવામાં આવ્યો છે.
કપાસિયા તેલના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 15 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા સાથે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2300 ની નજીક પહોંચી ગયો છે. તેલના ડબ્બાનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પામતેલમાં વધારો થવાના કારણે અન્ય તેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
આ વધુ માહિતી મુજબ, રાજકોટ કપાસિયા તેલમાં ફરી તેલ ડબ્બામાં 15 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. તેના લીધે કપાસિયા તેલનો ડબ્બો 2215 રૂપિયાએ પહોંચી ગયો છે. જ્યારે ભાવ વધારો થતા તેલના ડબ્બાનો ભાવ સિંગતેલના ભાવ બરાબર પહોંચ્યો છે.
નોંધનીય છે કે, પેટ્રોલ-ડીઝલની વાત કરવામાં આવે તો હાલના સમયે પેટ્રોલ-ડીઝલનો ભાવ ૧૦૦ ની આજુબાજુ રહેલો છે. જ્યારે તેલના ડબ્બાના ભાવ ૨૩૦૦ ની નજીક પહોંચી ગયા છે. તેની સાથે ગેસના બાટલાના ભાવ ૯૦૦ એ પહોંચી ગયા છે. આ કારણોસર મધ્યમવર્ગને ભારે મુશ્કેલી પડી રહી છે.