માત્ર 2 જ મિનિટ માં એસીડીટી થી મળી જશે છુટકારો બસ ખાલી કરો આ ઉપાય….
આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.બધા લોકોનું જીવન એવું થઇ ગયું છે કે એ લોકો પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. ઘણા લોકોમાં એક સમસ્યા વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. આ સમસ્યા તીખું, તળેલું, કે ગરમ મસાલા વાળી વસ્તુ ખાવાથી થઇ શકે છે.
બધા લોકોને અલગ અલગ પ્રકારે એસીડીટી થતી હોય છે. જેમ કે પેટમાં એસિડ બનવું, પેટ ફૂલવું, ગેસ થવો, મન ગભરાવવું, ગળા અને છાતીમાં બળતરા કે દુ:ખાવો થવો વગેરે છે. માણસના પેટમાં એસિડ વધારે બનતા છાતીમાં બળતરા વધવા લાગે છે, જે પછી એસીડીટીમાં ફેરવાય જાય છે.
પેટમાં એસીડીટી થતી રોકવા અને છાતીમાં દુ:ખાવાનો ઈલાજ કરવાં લગભગ બધા લોકો દવાનો સહારો લે છે. પરતું ઘરેલુ ઉપાય અને દેશી આયુર્વેદિક નુસખાથી પણ આ સમસ્યા આસાનીથી દૂર કરી શકાય છે. આજે અમે એસીડીટીના ઉપાય વિશે જણાવીશું એ પહેલા તમને પેટમાં એસિડ બનવાના કારણ વિશે જણાવીશું.
ઘણા લોકોને નહિ ખબર હોય કે છાતીમાં બળતરા શા માટે થાય છે? આપણા પેટમાં જે એસિડ બને છે એ ખાવાને પચવામાં મદદ કરે છે, પણ જયારે આ એસિડ વધારે બનવા લાગે એસીડીટીનું સ્વરૂપ લે છે, તે કારણે પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા વધી જાય છે.
શરીરમાં એસિડ જયારે વધારે બને છે તો એનું પહેલું કારણ એ જ હોય છે કે, આપણે ઘરનું ખાવાનું છોડીને બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરીએ છીએ. ઘરનું વધારે તળેલું, ખાટ્ટુ અને મસાલેદાર ખાવાથી પણ પેટમાં એસિડ વધી જાય છે. ચા, કોફી, ધુમ્રપાન, કોલ્ડ ડ્રિન્ક અને દારૂ વગેરેનું વધારે સેવન કરવાથી પણ એસીડીટીની સમસ્યા થાય છે.ગર્ભવતી દરમિયાન છાતીમાં દુ:ખાવો અને બળતરાની ફરિયાદ લગભગ ઘણી મહિલાઓને થાય છે. દુઃખાવો દૂર કરનારી દવાઓનું સેવન કરવાથી પણ આ સમસ્યા થાય છે. આના સિવાય લાંબા સમય સુધી ખાલી પેટ રહેવું અને ભૂખ લાગી હોય એનાથી વધારે ખાવાનું ખાવાથી પણ આ સમસ્યા થાય છે.
ઘરેલુ ઉપાય
આ સમસ્યાઓથી બચવા માટે ભોજન કરીને પછી થોડી વરિયાળી ખાવી જોઈએ અને વરિયાળી વાળી ચા બનાવીને એનું સેવન કરવાંથી પણ ઘણી રાહત મળે છે.પેટમાં એસિડ ઓછું કરવા માટે જીરું પણ એક સારા ઈલાજ માટેની વસ્તુ છે. એના માટે અડધાથી એક ચમચી જીરું કાચું ચાવીને ખાવું અને 10 મિનિટ પછી ઉફાળું પાણી પી લેવું અને આ ઘરેલુ નુસખા અપનાવવાથી ગંભીરમાં ગંભીર એસિડિટીમાંથી રાહત મળી શકે છે.આપણા ઘરમાં રહેલી એલચી પણ પાચન ક્રિયા સુધારવામાં મદદ કરે છે. જ્યારે પણ છાતીમાં બળતરા કે દુ:ખાવો થતો હોય તો 2 એલચી ખાઈ લેવી. તેમજ એલચીને પાણીમાં ઉકાળીને પીવાથી પણ આરામ મળે છે.
એસીડીટીને દૂર કરવા માટે ઠંડુ દૂધ પીવાથી પણ રાહત મળે છે. ઠંડુ દૂધ પીવાથી તરત આરામ મળવા લાગે છે. અને દૂધ પેટમાં એસિડ વધવા દેતું નથી. પેટમાં એસિડ વધારે બને તો તુલસીના પાંદડા ખાવા જોઈએ. અથવા તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને એ પાણી પીવું. તેમજ જમ્યા પછી ગોળ ખાવાથી પણ પાચન ક્રિયામાં સુધારો જોવા મળે છે.
તમને એસીડીટી વધારે હોય તો જમ્યાના અડધા કલાક પછી એલોવેરા જ્યુસ પીવું. આ ઉપચારથી એસોડીટીનો ઈલાજ કરી શકાય છે. પેટમાં એસિડ બનવાથી થતી સમસ્યાઓ દૂર કરવા લસણનું સેવન કરવું જોઈએ. પેટમાં વધારે બનતા એસિડના ઉપચારમાં યોગ પણ કરી શકાય છે. વધારે ખાવાનું ખવાય ગયું હોય તો શેકેલું જીરું અને કાળામરી પાઉડર છાસમાં નાખીને પીવો. આનાથી પેટમાં વધારે એસિડ બનશે નહિ.
છાતીમાં બળતરા અને પેટમાં એસિડના અન્ય ઉપાય.
પેટમાં એસિડની સમસ્યા વધારે થવા પર વધારે ખાવાનું ખાવાથી બચવું જોઈએ એ એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જયારે આપણે પેટ ફૂલ થઇ ગયું હોય ત્યાર પછી પણ ખાવાનું ખાઈએ છીએ, ત્યારે તે એસીડીટી અને છાતીમાં બળતરાનું મુખ્ય કારણ બને છે.
ગેસ્ટ્રો સંજીવની એ પેટ અને ગેસ સાથે સંકળાયેલી ઘણી બીમારીઓથી બચાવે છે. એસીડીટી થાય એટલે જેઠીમધનું ચૂર્ણ કે રાબ બનાવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી એસીડીટી માં ફાયદો થાય છે. લીમડાની છાલ નું ચૂર્ણ કે રાત્રે પલાળેલ છાલનું પાણી ગાળીને પીવું જોઈએ, આમ કરવાથી અમ્લાપીત્ત કે એસીડીટી ઠીક થઇ જાય છે.
એસીડીટી થવા પર ત્રિફળા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. ત્રિફળા ને દૂધ સાથે પીવાથી એસીડીટી દુર થાય છે.દુધમાં સુકી દ્રાક્ષ નાખીને ઉકાળવી જોઈએ. ત્યાર પછી દુધને ઠંડુ કરીને પીવાથી ફાયદો થાય છે અને એસીડીટી ઠીક થઇ જાય છે.૧ ગ્લાસ હુફાળા પાણીમાં થોડા વાટેલા કાળા મરી અને અડધું લીંબુ નીચોવીને નિયમિત રીતે સવારે પીવાથી પણ ફાયદો થાય છે.
વરીયાળી, આંબળા અને ગુલાબના ફૂલનું ચૂર્ણ બનાવીને તેને સવાર સાંજ અડધી અડધી ચમચી લેવાથી એસીડીટી માં લાભ થાય છે. એસીડીટી થવાથી સલાડ તરીકે મૂળા ખાવા જોઈએ. મૂળા કાપીને તેની ઉપર કાળા મરી અને કાળું મીઠું છાંટીને ખાવાથી ફાયદો થાય છે.
જાયફળ અને સુંઠ ભેળવીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ એક એક ચપટી લેવાથી એસીડીટી દુર થાય છે. એસીડીટી થાય તો કાચી વરીયાળી ચાવવી જોઈએ. વરીયાળી ચાવવાથી એસીડીટી દુર થઇ જાય છે. આદુ અને પરવળ ભેળવીને રાબ બનાવી લો, આ રાબ સવાર સાંજ પીવાથી એસીડીટી ની તકલીફ દુર થાય છે.
સવાર સાંજ ખાલી પેટ હુંફાળું પાણી પીવાથી એસીડીટી માં ફાયદો થાય છે.નારીયેલ નું પાણી પીવાથી એસીડીટીથી છુટકારો મળે છે.લવિંગ એસીડીટી માટે ખુબ ફાયદાકારક છે એસીડીટી થાય તો લવિંગ ચૂસવા જોઈએ, ગોળ, કેળા, બદામ અને લીંબુ ખાવાથી એસીડીટી જલ્દી ઠીક થઇ જાય છે. પાણીમાં ફુદીનાના થોડા પાંદડા નાખીને ઉકાળી લો. રોજ ખાધા પછી આ પાણીનું સેવન કરો. એસીડીટી માં ફાયદો થશે.
એસીડીટી ની તકલીફ ખાવા પીવા ને લીધે વધુ થાય છે. તેથી વધુ ભારે ભોજન કરવાથી પરેજી રાખવી જોઈએ. એસીડીટી વખતે રાત્રે સુવાના ત્રણ કલાક પહેલા ડીનર કરી લેવું જોઈએ, જેથી ખાવાનું સારી રીતે પચી શકે. આ નુસખા ને અપનાવ્યા પછી પણ એસીડીટી જો ઠીક ન થાય તો ડોક્ટર નો સંપર્ક જરૂર કરવોતમારા ભોજનમાં તાજા ફળ, સલાડ, શાકભાજીનો સૂપ, ઉકાળેલા શાકભાજી સામેલ કરો. લીલા પાંદડાવાળા શાકભાજી અને ફણગાવેલું અનાજ પુષ્કળ માત્રામાં ખાઓ.
આ વિટામિન બી અને ઈનો ઉત્તમ સ્રોત છે જે શરીરને એસેડિટીમાંથી રાહત અપાવશે.તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરો.તાજી કાકડીનું રાયતું એસેડિટીનો ઉત્તમ ઉપચાર છે. દારૂ અને માસાંહારથી દૂર રહો. પુષ્કળ માત્રામાં પાણી પીઓ. આનાથી પાચનમાં મદદ મળશે સાથે શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી જશે.ખાધા બાદ તુરંત પાણીનું સેવન ન કરો. ઓછામાં ઓછું અડધા કલાક પછી જ પાણી પીવો.
ધૂમ્રપાન પણ ન કરવું.
પાઇનેપલના જ્યુસનું સેવન કરો, તેમાં એન્ઝાઇમ્સ હોય છે. ખાધા બાદ જો પેટ વધારે ભરેલું કે ભારે લાગે તો અડધો ગ્લાસા તાજું પાઇનેપલનું જ્યુસ પીશો તો તમામ બેચેની દૂર થઇ જશે.આંબળાના રસનું સેવન કરો, તે આમ તો ખાટ્ટો હોય છે પણ એસેડિટીના ઘરેલું ઉપચારના રૂપમાં તે બહુ કામની વસ્તુ છે.
ગેસની સમસ્યામાંથી તુરંત રાહત મેળવવા માટે 2 ચમચી આંબળાનો જ્યુસ કે સૂકાયેલા આંબળાનો પાવડર અને બે ચમચી ખાંડેલી સાકર લો અને બંને કપમાં પાણી મિક્સ કરી પી જાઓ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ