ટેક્નોલોજી

રિલાયન્સ જિયો આ બાબતને લઈને SES સાથે કર્યો કરોડો કરાર, જાણો શું છે સમગ્ર બાબત…

રિલાયન્સ જિયો આ બાબતને લઈને SES સાથે કર્યો કરોડો કરાર, જાણો શું છે સમગ્ર બાબત...

જિયો કંપનીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. Jio કંપની દ્વારા 14 ફેબ્રુઆરીના રોજ એટલે આજે ભારતમાં નેક્સ્ટ જનરેશન સ્કેલેબલ અને સસ્તી બ્રોડબેન્ડ સેવાઓ પહોંચાડવા માટે લક્ઝમબર્ગ સ્થિત સેટેલાઇટ સર્વિસ પ્રોવાઇડર SES સાથે ટાઇ-અપ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સના એક ફાઇલિંગમાં જણાવ્યા મુજબ જાણવા મળ્યું છે કે, જિયો પ્લેટફોર્મ લિમિટેડ અને SES આ સંયુક્ત સાહસમાં ક્રમશ: 51% અને 49% ઇક્વિટી ભાગ રહેશે. નિવેદન મુજબ જિયો અને SESનું આ સંયુક્ત સાહસ દેશમાં સેવાઓ પૂરી પાડવા માટે ભારતમાં વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું રહેલું છે.

તેની સાથે JIO અને SES ના સંયુક્ત સાહસનું નામ Jio Space Technology Limited રાખવામાં આવેલ છે. આ સાથે ભારતમાં સેટેલાઇટ ટેક્નોલોજી આધારિત લોકોને સસ્તી અને સારી ગુણવત્તાવાળી સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવાનો ધ્યેય રહેલો છે.

આ બાબતમાં એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “આ સંયુક્ત સાહસ ભારતમાં SES ના સેટેલાઇટ ડેટા અને કનેક્ટિવિટી સેવાઓ આપવા માટેનું માધ્યમ રહેલું હશે. આ સિવાય ચોક્કસ આંતરરાષ્ટ્રીય એરોનોટિકલ અને મેરીટાઇમ ગ્રાહકો SES દ્વારા સેવા પણ આપવામાં આવે તેવી શક્યતા છે. SES દ્વારા તેમની પાસે 100 Gbps ક્ષમતા સુધીની ઉપલબ્ધતા રહેલી હશે અને Jio ની પ્રીમિયર પોઝિશન અને ભારતમાં વેચાણની પહોંચનો લાભ લોકો ઉઠાવી શકશે.

તેની સાથે સંયુક્ત સાહસ દેશમાં સેવાઓ પૂરી પાડવા માટે ભારતમાં વ્યાપક ગેટવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. જ્યારે આ કરાર લગભગ $100 મિલિયન નો કરવામાં આવ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button