દેશમાં આજે કોરોનાના કેસમાં થયો રેકોર્ડ ઘટાડો, જાણો કેટલા નોંધાયા કોરોના કેસ?
દેશમાં અત્યારે કોરોનાવાયરસ રોગચાળાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક હજાર 761 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 127 લોકોના મોત નીપજ્યા છે. ગઈકાલ કોરોનાના 2 હજાર 75 કેસ સામે આવ્યા હતા અને 71 લોકોના મોત નીપજ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 4 કરોડ 30 લાખ 7 હજાર 841 કેસ સામે આવી ચુક્યા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
સક્રિય કેસ ઘટીને 26 હજાર 240 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, ગઈકાલે દેશમાં 3 હજાર 196 લોકો સાજા થયા હતા, ત્યાર બાદ સક્રિય કેસની સંખ્યા ઘટીને 26 હજાર 240 પહોંચી ગઈ છે. જ્યારે આ રોગચાળાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5 લાખ 16 હજાર 479 પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, અત્યાર સુધીમાં 4 કરોડ 24 લાખ 65 હજાર 122 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં કોરોનાવાયરસ રસીના 181 કરોડથી વધુ ડોઝ અપાયા છે. જ્યારે ગઈકાલે 15 લાખ 34 હજાર 444 ડોઝ અપાયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 27 લાખ 11 હજાર 675 ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. જયાએ કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યું હતું.