રમત ગમત

શ્રીલંકા સામેની ટેસ્ટની મેચમાં શાનદાર પ્રદર્શન નું ફળ રવિન્દ્ર જાડેજાને મળ્યું, દુનિયાના નંબર વન ઓલરાઉન્ડર બન્યા

શ્રીલંકા સામેની ટેસ્ટની મેચમાં શાનદાર પ્રદર્શન નું ફળ રવિન્દ્ર જાડેજાને મળ્યું, દુનિયાના નંબર વન ઓલરાઉન્ડર બન્યા

ICC દ્વારા ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ટોપ પર પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને એક ઇનિંગ્સમાં અણનમ 175 રનની સાથે 5 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડર ની રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. જ્યારે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને બેટિંગ રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે.

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. તેમને શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જાડેજાની બ્રેક બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે અને પોતાની વાપસી સાથે પોતાની તાકાત બતાવી છે. તેમને તેનો રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો મળ્યો છે. રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગયા છે. તેમને બે સ્થાનનો ફાયદો થયો છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર બીજા સ્થાને છે. જેસન હોલ્ડર નંબર વન પર હતો, પરંતુ તેણે એક સ્થાન ગુમાવ્યું છે.

રવિચંદ્રન અશ્વિનને ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં નુકસાની સામનો કરવો પડ્યો છે. તે એક સ્થાન નીચે આવતા ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. તેમ છતાં તે બોલરોની રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. આ યાદીમાં પેટ કમિન્સ ટોપ પર રહેલા છે. જ્યારે ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 10 માં સ્થાન પર રહેલા છે.

ટેસ્ટ ફોર્મેટમાં બેટ્સમેનોની રેન્કિંગની વાત કરવામાં આવે તો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને બે સ્થાનનો ફાયદો થયો છે. વિરાટ કોહલી 5 માં સ્થાન પર પહોંચી ગયા છે. તેમના 763 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે રોહિત શર્મા એક સ્થાન નીચે આવતા છઠ્ઠા સ્થાન પર આવી ગયા છે. રોહિત શર્માના 761 રેટિંગ પોઈન્ટ રહેલા છે. આ યાદીમાં માર્નસ લાબુશેન ટોપ પર રહેલા છે.

[quads id=1]

Related Articles

Back to top button