શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા બનાવી શકે છે આ બે મોટા રેકોર્ડ
ભારત અને શ્રીલંકા વચ્ચે બેંગ્લોરમાં કાલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક સાથે બે રેકોર્ડ બનાવી શકે છે. રવિન્દ્ર જાડેજાની પાસે ટેસ્ટ મેચમાં 250 વિકેટ પૂરી કરવાની તક છે. જ્યારે તે ટેસ્ટ મેચમાં 2500 રન પણ પુરા કરી શકે છે. જો તે 250 વિકેટ લેવામાં સફળ રહેશે તો ઘણા દિગ્ગજ બોલર તેમનાથી પાછળ રહી જશે. રવિન્દ્ર જાડેજા તાજેતરમાં ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યા છે.
વર્લ્ડના નંબર 1 ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અત્યાર સુધી રમેલી 58 ટેસ્ટ મેચમાં 241 વિકેટ લીધી છે. જો તે બેંગ્લોર ટેસ્ટમાં 9 વિકેટ લેશે તો 250 વિકેટ પૂરી કરી લેશે. આ અગાઉ રવિન્દ્ર જાડેજા ભારત માટે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાની બાબતમાં બીએસ ચંદ્રશેખરને પાછળ છોડી શકે છે. ચંદ્રશેખરે 58 ટેસ્ટ મેચમાં ૨૪૨ વિકેટ પોતાના નામે કરી છે.
સારી બોલિંગની સાથે શાનારા બેટિંગ કરવામાં નિષ્ણાત રવિન્દ્ર જાડેજા પાસે ટેસ્ટ મેચમાં 2500 રન પુરા કરવાની પણ તક રહેલી છે. તેમને અત્યાર સુધી 58 ટેસ્ટ મેચમાં 2370 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમને 2 સદી અને 17 અડધી સદી ફટકારી છે. જો તે બેંગ્લોર ટેસ્ટમાં 130 રન બનાવી લેશે તો આ સિદ્ધી પ્રાપ્ત કરી લેશે. તે લોકેશ રાહુલના સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના રેકોર્ડને પણ તોડી શકે છે. લોકેશ રાહુલે 43 મેચમાં 2547 રન બનાવ્યા છે.