હાલમાં સમયમાં સમગ્ર દેશભરમાં કોરોના વાયરસ નો ફેલાવો ફરી એકવાર વધી રહ્યો છે. ગયા વર્ષની જેમ ફરી લોકો તેનાથી સાવધાની રાખી રહ્યા છે. જોકે સવારે લોકડાઉન કરવામાં આવ્યું નથી અને વિવિધ શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ કરવામાં આવ્યું છે. જેના લીધે લોકો સવારે તો રાબેતામુજબ નોકરી ધંધા પર જાય છે પંરતુ રાતે કર્ફ્યૂ હોવાને લીધે બહાર નીકળી શકતા નથી. ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ રાત્રિ 9 વાગ્યાથી કર્ફ્યૂ ચાલુ થઈ જાય છે.
અમદાવાદના લોકો પણ આ કર્ફ્યૂનું પાલન તો કરી રહ્યા છે પંરતુ પોલીસે હજુ દેખરેખ રાખવી પડે છે. પોલીસ અધિકારીઓ પણ લોકો સખત નિયમોનું પાલન કરે તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. જોકે લોકોની વધતી બેદરકારીને લીધે અમદાવાદ ઝોન 3 ના ડીએસપી મકરંદ ચૌહાણને ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું છે. તેઓ લોકોને પાઠ ભણાવતા હોય તેવા ફોટો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આ ડીએસપી અધિકારી મકરંદ ચૌહાણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
હાલમાં સમયમાં આ અધિકારી અમદાવાદ ઝોન 3માં પોતાની ફરજ બજાવી રહ્યા છે. જોકે તેઓ પહેલા ભાવગર, ડાંગ, કચ્છ, પોરબંદર માં પણ પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. જોકે હવે તેઓ અમદાવાદની પ્રજાને ઠેકાણે લાવવાનું કામ કરી રહ્યા છે.
મકરંદ ચૌહાણે તેમના શરૂઆતી જીવન એટલે કે વર્ષ 1989માં ધોરણ 10 પાસ કર્યું હતું, જ્યારે વર્ષ 1991માં તેઓએ ધોરણ 12 પાસ કર્યું હતું. ત્યારબાદ તેઓએ વર્ષ 1998માં ટોફેલ ની પરીક્ષા આપી હતી. જેમાં તેઓ પાસ થયા હતા. ત્યારબાદ તેઓએ ભાવનગર થી વર્ષ 1995માં અનેજીનીયરિંગ કરીને તેની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ સાથે પ્રાપ્ત કરી હત. પછી તેઓ થોડોક સમય માટે ગાંધીનગરમાં લેક્ચરર તરીકે કામ કરતા હતા.
ત્યારબાદ તેઓએ વર્ષ 2006માં UPSC ની પરીક્ષા આપી હતી અને વર્ષ 2007માં તેમનું આઇપીએસ અધિકારી તરીકે નિમણૂક થઈ હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેઓ એ UPSC ની પરીક્ષા ગુજારતા રાજ્યમાં રહીને જ પાસ કરી હતી.
મકરંદ ચૌહાણને યુએસએ ના વિઝા પણ મળ્યા હતા, જે પાંચ વર્ષ માટે હતા. જોકે મકરંદ ચૌહાણને વિદેશ જવાનું ટાળ્યું હતું. જે દિવસે વિઝા પ્રાપ્ત થયા તેજ દિવસ તેમની ગાંધીનગર ખાતે લેક્ચરર ની નોકરી મળી હતી. જેના લીધે પિતાના આગ્રહથી તેઓએ વિદેશ જવાનું ટાળ્યું હતું.
તમને જણાવી દઈએ કે શરૂઆતી નોકરીમાં તેઓએ પોરબંદર ખાતે નિમણુક કરવામાં આવી હતી. જ્યાં તેમનું ઘડતર થયું હતું. તમને જણાવી દઈએ કે રેલવે ખાતા પણ તેઓ એસપી ની ફરજ બજાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે પોરબંદર સિવાય જ્યાં જ્યાં તેમની નિમણૂક થઈ છે, ત્યાં તેઓએ સારો એવો ફાળો આપ્યો છે અને લોકોની મદદ કરવાની કોઈ તક છોડી નથી.
આ આઈપીએસ ઓફિસર દરરોજ 1 કલાક જેટલી કસરત કરે છે અને દરરોજ 5 કિમી જેટલું ચાલે છે એટલે કે તેઓ ક્યારેય આ કામ કરવાનું ચૂકતા નથી. તેઓ જ્યારે ટ્રેનિંગ ના તબ્બકામાં હતા, ત્યારે તેમને ઢીંચણમાં ઇજા થઇ હતી. જોકે તેઓ આમ છતાં ટ્રેનિંગ શરૂ રાખી હતી.
UPSC ની પરીક્ષામાં અંતિમ સ્ટેજ એટલે કે ઇન્ટરવ્યુ દરમિયાન તેઓને જીયોલોજી, ગુજરાત અને અંબાણી પરિવાર વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેમના પિતા પ્રિન્સિપાલ હતા, જ્યારે તેઓ પરિવારમાં ચાર ભાઈ બહેનો હતા. તેઓ કહે છે કે શરૂઆતમાં તેઓ તેમના માતા સાથે છાણા વીણવા જતા હતા.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…