દિવસ દરમ્યાન કામ કરીને રાતે નિરાંતની ઊંઘ લેવી એ બધાને ગમતું હોય છે.અને બધાને રાતની ઊંઘ વ્હાલી હોય છે. કેટલાક લોકો એવા છે કે જેમને અચાનક ઊંઘ ઉંડી જવાથી પરેશાની થાય છે.ક્યારેક તો ઉંઘના અભાવની સમસ્યાને કારણે પણ પરેશાની થતી હોય છે. જો તમે કેટલાક કારણોસર તમારી ઊંઘ પુરી નથી કરી શકતા,કોઈપણ સમયે તમારી ઊંઘ બગડવી એ સૂચવે છે કે તમે માનસિક તણાવમાં છો. અને તે સારા અને ખરાબ બંને સંકેતો છે.
અમે તમને આ વિષય વિશે જણાવશું, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. જો તમારો સૂવાનો સમય રાત્રે ૯ થી ૧૧ ની વચ્ચે સુવાનો સમય શ્રેષ્ઠ છે. જો તમે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન ઊંઘ ન લઇ શકતા હોવ તો તમે માનસિક તણાવમાં છો. તમારી માનસિક મુશ્કેલીઓનું પ્રતિબિંબિત કરે છે.
તમે તમારી ચિંતાને તમારા શરીર પર લઈ લો છો તેથી પણ તમને રાતે ઊંઘ નથી આવતા. આ વસ્તુથી રાહત મેળવવા તમારે મેડિટેશનથી શરૂ કરવી પડશે. તમારે તમારી આજુબાજુમાં હાસ્ય ફેલાવવું પડશે, આ તમારો તણાવ ઓછો કરવામાં મદદ કરશે.
જો રાત્રે ૧૧ થી ૧ ની વચ્ચે તમને ઊંઘ ના આવે તો તે તમારી ભાવનાત્મક સ્થિતિ નો સીધો સંકેત આપે છે. આ આદતને દૂર કરવા માટે તમારે મહા મૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કરો. અથવા તમારાથી દિવસ દરમ્યાન કોઈ ભૂલ થઈ હોય કે કોઈને બોલાઈ ગયું હોય તો માફી માંગી લો અથવા એમની સાથે વાત કરી લો.
જો તમારી ઊંઘ રાતના ૧ થી 3 વચ્ચે બગડી જાય છે. તો તે સમયે ઊંઘનો અભાવ છે એ તમારા લીવરની નબળાઇની નિશાની સૂચવે છે.આ સમયમાં તમારું જાગવું એ તમારા ગુસ્સાનું પણ એક કારણ હોય છે. તમારે ઠંડુ પાણી પીવું અને ધ્યાનમાં બેસવું આમ કરવાથી તમને રાહત મળશે. અને સવારે તમને ફ્રેશ અને આનંદિત જેવુ લાગશે. અને રોજ થોડોક સમય કાઢી આ નિયમ અપનાવશો તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.
રાત્રે જો તમારી ઊંઘ 3 થી ૫ ની વચ્ચે ખુલી જાય છે તો તે નકારાત્મક ઉર્જા નિશાની છે. આ ઉર્જા હંમેશાં તમને જાગૃત રહેવાનું સૂચવે છે. હકીકતમાં, આ સમયે ઊંઘનો અભાવ હોય તમારા દુઃખી મન અથવા શરીરની સમસ્યાને સૂચવે છે.
જો તમારી ઊંઘ સવારના પરોઢિયે ૫ થી ૭ ની વચ્ચે ખુલે છે, તો આ ટેવ સૂચવે છે કે તમે ભાવનાત્મક રૂપે ખૂબ જ નબળા છો. આ કારણ છે કે આ સમયે તમારી ઉર્જા નો પ્રવાહ ખૂબ વધારે છે, તમે આ સમયે વધુ સક્રિય થઈ શકે છે. છો. પરંતુ જો કોઈ સમસ્યા હોય તો સારવાર પણ ઉપલબ્ધ છે આ માટે તમારે વહેલી સવારે કસરત કરવી પડે છે.
જો આ બધુ જો તમારી સાથે થતું હોય તો તમારે આ ઉપાય અજમાવો. ક્યારેક એવુ થાય છે કે અડધી રાત્રે ઊંઘ ઊડી જાય અને પછી લાખ પ્રયત્ન છતાંય ઊંઘ ન આવે. તેનાથી ખરાબ બીજી કોઈ વાત નથી. તમને ખબર હોય છે કે તમને ઊંઘ નહિં આવે તો તમારો બીજો દિવસ બગડશે, આમ છતાંય તમને આડાઅવળા વિચારો આવ્યા જ કરે છે અને તમે રાત પડખા ફેરવી સમય પસાર કરો છો.
જો તમારી સાથે પણ આવુ થતુ હોય તો તમે પથારીમાં પડ્યા રહેવા કરતા તમારે અધવચ્ચેથી ઊઠી જવુ જોઈએ અને આવતી કાલનું વિચારી ફરી સુવાની તૈયારી કરવી જોઈએ. ઊંઘના અભાવે તકલીફ થશે તે વિચારવાને બદલે તમારે ઊંઘવુ છે એ વિચાર પર ધ્યાન કેન્દ્રિત કરો.
કેટલાંક લોકોને આઠ કલાકની ઊંઘ પછી પણ ફ્રેશ ફીલ નથી થતુ તો કેટલાક લોકો માટે પાંચ કલાકની ઊંઘ બસ છે. આથી અડધી રાત્રે ઊંઘ ઊડી જાય તો ચિંતા કરવાની છોડો.
જો ક્યારેક રાત્રે ઊંઘ ઊડી જાય તો હૂંફાળુ ચોકલેટ મિલ્ક પીવો. શાંતિથી એકલા એકલા ચોકલેટ મિલ્કના ઘૂંટડા ભરશો તો તમારો અડધો સ્ટ્રેસ ઓછો થઈ જશે. રાત્રે ઊંઘ ઊડી જતાં ભૂલથી પણ તમારો મોબાઈલ ફોન ચેક ન કરતા. આમ કરશો તો લાંબો સમય સુધી તમને ઊંઘ નહિં આવે.
જો તમારી રોજ રાતની ઊંઘ બગડતી હોય તો તમારા દિવસની શરૂઆત થોડી અલગ રીતે કરો. જેમ કે, સવારનો થોડો સમય ધ્યાન અને યોગ પાછળ કે હળવી કસરત પાછળ ફાળવો. વહેલી સવારે ચાલવા જાવ. જો તમારુ શરીર ચુસ્ત હશે અને તમને દિવસ દરમિયાન પૂરતો શારીરિક શ્રમ પડ્યો હશે તો રાત્રે બેડ પર પડતા વેંત જ તમને ઊંઘ આવી જશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…