ક્રાઇમસમાચાર

Rape in Flight: લંડન જતી ફ્લાઈટમાં મહિલા પેસેન્જર સાથે ‘દુષ્કર્મ’

Rape in Flight: લંડન જતી ફ્લાઈટમાં મહિલા પેસેન્જર સાથે 'દુષ્કર્મ'

Rape in Flight: અમેરિકામાં હવામાં ઉડતા વિમાનમાં એક મહિલા સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. મહિલા એક ફ્લાઇટમાં ન્યુ જર્સીથી લંડન જઈ રહી હતી. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે વિમાનની ફર્સ્ટ ક્લાસ કેબિનમાં રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહિલાએ આ ઘટના અંગે એરલાઈન્સના કેબિન ક્રૂને જાણ કરી હતી. જેની જાણ હીથ્રો એરપોર્ટને કરવામાં આવી છે. પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટ પર પહોંચતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો.

ઘટના સમયે બધા મુસાફરો સુઈ રહ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાન નેવાર્ક, ન્યુ જર્સીના થી લંડન જઈ રહ્યું હતું. રાતોરાત ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલી બ્રિટિશ મહિલાએ આરોપ લગાવ્યો છે કે એક વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે વિમાનમાં બધા મુસાફરો સૂઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપી પણ બ્રિટનનો રહેવાસી છે. ઘટના બાદ મહિલાએ યુનાઈટેડ એરલાઈન્સના કેબિન ક્રૂને આ ઘટના અંગે જાણ કરી હતી.

ફ્લાઇટની ફોરેન્સિક તપાસ

બ્રિટેનના હીથ્રો ખાતે ફ્લાઈટ લેન્ડ થયા બાદ પોલીસ અધિકારીઓ વિમાનમાં પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી લીધી હતી. અધિકારીઓએ ફ્લાઇટની ફોરેન્સિક તપાસ પણ કરી હતી. પોલીસે પ્લેનના લક્ઝરી કેબિન ફિંગર પ્રિન્ટ જેવા પુરાવા એકત્ર કર્યા છે. આ ઘટના ગત સપ્તાહના સોમવારે બની હોવાનું જાણવવામાં આવી રહ્યું છે. આરોપી અને પીડિત મહિલાની ઉંમર 40ની આસપાસ જણાવવામાં આવી રહી છે.

બ્રિટિશ પોલીસ તપાસમાં લાગી

રિપોર્ટ અનુસાર, આરોપી અને પીડિતા બિઝનેસ ક્લાસમાં અલગ-અલગ સીટો પર હતા. બંને એકબીજા માટે પહેલેથી જ અજાણ હતા. ઘટના પહેલા પીડિતા અને આરોપીએ લોન્જ એરિયામાં સાથે મળીને દારૂ પીધો હતો અને બોલાચાલી કરી હતી. બ્રિટિશ પોલીસે ધરપકડની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તપાસ હજુ ચાલુ છે.

[quads id=1]

Related Articles

Back to top button