સમાચાર

રમત રમતમાં 9 મહીનાના આ બાળકે મોઢામાં મૂકી દીધી એવી વસ્તુ કે પરિવારના શ્વાસ થઇ ગયા અધ્ધર

તાજેતરમાં એમવાય હોસ્પિટલના તજજ્ઞોએ એક નાનકડા બાળકનું સફળ ઓપરેશન કર્યું છે. આખી વાત એવી છે કે એક નાનકડા માસૂમ બાળકના ગળામાં એક નાનકડી એલડી બલ્બ નો પોઇન્ટ ફસાઈ ગઈ હતી. જેના પછી તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં જાણવા મળ્યું હતું કે આ નાનકડા બાળકના ગળામાં આ પોઇન્ટ ફસાઈ જવાને લીધે તેનું એક ફેફસું કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ત્યાં સફળતા ના મળતા તેને એમવાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ઘણા કલાકની મહેનત બાદ સફળતા મળી હતી.

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર 9 માસના કાર્તિકના પિતા જીતેન્દ્ર પાટિલ નિવાસી ભગીરથપુરાને અચાનક વધુ પ્રમાણમાં ઉધરસ તથા શ્વાસ લેવામાં પીડા થઇ રહી હતી, ત્યારબાદ ફેમિલીના લોકો તેને નજીકમાં આવેલી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સારવારના 4 દિવસ બાદ પેશન્ટ ને કોઈ રાહત મળી ન હતી.

જોકે તેની સ્થિતિમાં કોઈ સુધાર ના આવતા તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલના નાક, કાન, ગળા વિભાગમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને અર્જન્ટ રીતે દાખલ કરવામાં આવ્યો હતો તથા પેશન્ટ ને ઓક્સિજન લગાવી સિટી સ્કેન ચાલુ કરવામાં આવ્યું હતુ, જેમાં જોવા મળ્યું હતું કે બાળકના ડાબી બાજુનાં ફેંફ્સાની ઉપર સ્થિતિ શ્વાસનળીમાં કંઈક સેફ્ટીપીન જેવું અટકી ગયું છે તથા તેનું લેફ્ટ ફેંફ્સુ કામ કરવામાં બંધ થઈ ગયુ છે. જેના પછી તેની ગંભીર હાલત જોઇને બાળકને બહુ જલ્દી ઓપરેશન હેઠળ લઈ જવામાં આવ્યો હતો.

9 માસના પુત્ર કાર્તિકને હોસ્પિટલ લઈને આવ્યા હતા. જોકે પહેલી જ કોશિશમાં સીટી સ્કેન દરમિયાન સ્પષ્ટ થયું ન હતું. કારણ કે એલઇડી બલ્બ સંપૂર્ણ રીતે કાચથી સિલ પેક હતો અને સિટી સ્કેનમાં ફક્ત વાયર જ જોવા મળ્યા હતા, જેના પછી બે કે ત્રણવાર સીટી સ્કેન કરવા પર પરિસ્થિતિ સામે આવી હતી.

ત્યારબાદ શરૂઆતમાં ડોક્ટરને લાગ્યું કે તે એક માત્ર પિન છે, પરંતુ ઓલ પિનની બંને બાજુનો ભાગ આના જેવો હોઈ શકતો નથી. જોકે ઓપરેશન પછી નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા. આ એલઇડી બલ્બ લગભગ દોઢ કલાકમાં 9 માસના માસુમ બાળકના શરીરમાંથી દૂર કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પહેલી વખત એમવાયમાં આવા માસૂમ બાળક માટે આ પ્રકારનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કેમ કે સામાન્ય રીતે 1 અને 2 વર્ષનાં બાળકો નાની વસ્તુઓ ગળી જાય તો કાઢી લે છે. પરંતુ આ 9 માસના બાળકના શરીરમાંથી એલઈડી બલ્બ કાઢવો એક પ્રકારના અનુભવ જેવું હતું.

[quads id=1]

Related Articles

Back to top button