રાજકોટના શહેરથી દયનીય ઘટના સામે આવી છે. જેના કારણે ચકચાર મચી ગયો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે ગયેલા 13 વર્ષના કિશોરનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મોત થયું છે. જેના કારણે વિઠલાણી પરિવાર પર મોટી આફત આવી ગઈ છે. વિઠલાણી પરિવારે આ આફતમાં એકના એક પુત્રનું આકસ્મિક મોત નીપજ્યું છે. જેના કારણે ઘરમાં શોકનું માહોલ છવાઈ ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારના સ્વિમિંગ પૂલની મજા માણવા માટે વિઠલાણી પરિવાર દેવડા ગામમાં આવેલા એમેરાલ્ડ ક્લબ ગયું હતું. તે દરમિયાન ત્યાં તે સ્વિમિંગ પૂલમા ન્હાવા માટે ગયા હતા. જેમાં તેમનો 13 વર્ષનો પુત્ર મૌર્ય પણ ટ્યુબની મદદથી સ્વિમિંગ પુલમાં ન્હાવા પહોંચી ગયો હતો. પરંતુ, કોઈ કારણસર આ છોકરો સ્વિમિંગ પૂલના પાણીમાં ડૂબી ગયો અને તેની જાણ થતા જ પરિવારજનો આ કિશોરને લઈને હોસ્પિટલ પહોંચી ગયું હતું.
જ્યારે આ દરમિયાન સમગ્ર બનાવની જાણ થતા જ 13 વર્ષના મૌર્યને બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પર રહેલા ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો.
તેની સાથે પ્રાપ્ત માહિતી મુજબ, નિકેશભાઈ વિઠલાણી તેમના પરિવાર સાથે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે ફરવા માટે ગયો હતો. ત્યાં આ દયનીય ઘટના બની હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણકારી મળી છે કે, મૃતક મૌર્ય નામનો આ કિશોર ધોરણ 7 માં અભ્યાસ કરતો હતો અને તે માતા-પિતાનું એકમાત્ર સંતાન પણ હતું. એકના એક માસુમ પુત્રના મોતથી વિઠલાણી પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…