દરેક મનોકામના પૂર્ણ કરતાં રાજપરા ના માં ખોડલનો જાણી લ્યો આ ઇતિહાસ, એક્વાર જરૂર લખો માં ખોડલ
ગુજરાતમાં ખોડિયાર માતાનું ઘણું મહત્વ છે.ગુજરાતમાં નવરાત્રી સમયે પણ ગરબામાં માં ખોડિયારનો ઘણો પ્રચલિત છે કે કોઈ રાજપરા જઈ ને જગાવો જગ જનની ખોડિયાર માં ખમકારે. ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાનું રાજપરા ગામ આવ્યું છે. ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે.
આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. તાંતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે. આથી મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. આ મંદિરની ચારે બાજુ કુદરતી સૌંદર્યની સાથે પ્રકૃતિ વચ્ચે ઘેરાયેલું ધાર્મિક સ્થળ છે.
ખોડિયાર માતાજી ચારણ કન્યા હતા.તેઓ કુલ સાત બહેનો અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોડબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો.તેમના પિતાનું નામ મામડિયા(મામૈયા) અને માતાનું નામ દેવળબા (મીણબાઇ) હતું. જાનબાઈનો જન્મ આશરે સાતમ મહા સુદ આઠમના દિવસે થયો હતો, આ દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે.
જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું તેની એક લોકકથા પ્રચલિત છે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે ડંખ માર્યો હતો, તેની જાણ મળતાં જ તેના માતા-પિતા અને સાતેય બહેનોનો ગભરાઈ ગઈ અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય શોધવા લાગી. ત્યારે કોઈએ ઉપાય કહ્યો કે, પાતાળલોકમાં જઈ નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઊગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી શકે છે.
આ વાત સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા. જાનબાઈ જ્યારે કુંભ લઈને બહાર આવતાં હતાં, ત્યારે તેમને પગમાં ઠેસ વાગી અને તેમને ચાલવામાં તકલીફ પડી. આમ ઠેસ વાગવાથી જાનબાઈ પાસે રહેલી બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડિ તો નથી થઈ ગઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને ભાઈ પાસે આવી શકાય તે માટે જાનબાઈએ મગર પર સવારી કરી હતી.
જ્યારે તેઓ કુંભ લઈને આવ્યાં ત્યારે ખોડાતાં ખોડાતાં આવતાં હતાં. તેથી તેમનું નામ ખોડિયાર પડયું અને મગર તેમનું વાહન બન્યો. આજે જાનબાઈને ભાવિભક્તો આઈ શ્રી ખોડિયાર તરીકે પૂજે છે.તાંતણિયા ધરાવાળા માઁ ખોડલનું જન્મસ્થાન રોહિશાળા ગામ છે. પરંતુ તેમના બેસણાં સિહોર નજીકના રાજપરા ગામે તાંતણિયો ધરા ખાતે છે, એટલે રાજપરા ખોડિયાર માઁને તાતણિયા ધરાવાળા ખોડલ તરીકે પણ ઓળખાય છે.
સંત, શૂરા અને ભક્તોની ભૂમિ ગોહિલવાડમાં ખોડિયાર માતાજી હાજરા હજૂર દેવી છે. એક પૌરાણિક કથા અનુસાર ભાવનગરનાં ગોહિલ વંશના રાજવી પ્રજાવત્સલ પોતાના વંશની કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવાની ઈછ હતી. આથી રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા માટે પ્રસન્ન કર્યા હતાં. પરંતુ માતાજીએ પ્રસન્ન થઈને એક શરત મૂકી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવાનું નહીં.
જો તું પાછળ વળીને જોશે ત્યારે તો હું ત્યાં જ રોકાઈ જઈશ. રાજવી આ શરત માંની ગયા અને રાજવી આગળ-આગળ અને પાછળ ખોડિયાર માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવતા જ રાજવીના મનમાં પ્રશ્ન થયો કે સાચેજ ખોડિયાર માતા મારી પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે વધુ શંકા થતાં આખરે રાજવીએ તરત પાછળ વળીને જોયું.
તો તે જ સ્થળે ત્યાં એટલે કે આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમીટરના અંતરે આવેલું છે. રાજપરા ખોડિયાર મંદિર તરફ્ ભાવનગરથી ચાલીને જતાં દરેક ભકતો નાની ખોડિયાર તરીકે આ મંદિરના અચૂક દર્શન કરે છે.
આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમાન મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિરએ માતાજી જ્યાં સમાયા તે સ્થાનક છે.રાજપરા ખોડિયાર મંદિર સાથે જોડાયેલી કથા મુજબ તે ભાવનગરના રાજવી મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાના ભક્ત હતા.રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યું હતું.
પછી ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરના રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવ્યું અને તેમાં સુધારા કર્યા હતા.
અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ભાવસિંહજીએ ચડાવ્યું હતું. કથા મુજબ કહે છે તાંતણિયા ધરાવાળા સ્થળે પણ સાક્ષાત ખોડિયાર માતા પ્રગટ થયાં હતાં.
માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતના તીર્થધામે આવી માતાજીની પૂજન-અર્ચન પાઠ-વિધિ કરીને કૃપા મેળવે છે.સમય સાથે આ રાજપરા ધામ જગ વિખ્યાત બન્યું છે.