ગુજરાત

ગુજરાતમાં મેઘા નક્ષત્રની સાથે ફરી ચોમાસું શરૂ થશે: સાઉથવેસ્ટમાં લો પ્રેશર સિસ્ટમ બની સક્રિય, જાણો હવામાન વિભાગની મોટી આગાહી

ઓગસ્ટ મહિના શરૂઆત થઈને ૧૦ દિવસ થયા પણ હજી વરસાદણી રાહ જોવાઈ રહી છે. આ વર્ષમાં જોઈએ એવો વરસાદ હજી પડ્યો નથી. આ વર્ષે જૂન અને જુલાઈ મહિનામાં અંદાજ કરતા ઓછો વરસાદ થતા કૃષિ પાકોને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળ્યું નથી. ખેતી કરતાં ખેડૂત વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ૧૬ ઓગસ્ટ પછી સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ૧૨ ઓગસ્ટ પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાત સાથે સાબરકાંઠા અરવલ્લી દાહોદ વડોદરા મહીસાગરમાં હળવા વરસાદની આગહી છે.વધુમાં જણાવ્યું હતું કે 16 ઓગસ્ટ 2021 થી મેઘા નક્ષત્ર શરૂ થાય છે. 16-17-18 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના અમુક દરિયાકિનારે હળવો વરસાદ પડી શકે છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મળતી માહિતી અનુસાર ઓગસ્ટના મધ્ય ભાગમાં 16 ઓગસ્ટ 2021 થી મેઘા નક્ષત્ર શરૂ થાય છે. આ મેઘા નક્ષત્ર દરમિયાન થતા વરસાદથી કૃષિ પાકને પણ ખૂબ ફાયદો થશે. સાઉથવેસ્ટમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યું છે. આ લો પ્રેશર સિસ્ટમને કારણે વાદળોનો મોટો ટ્રેક મધ્ય પ્રદેશથી લઈને ગુજરાત સુધી ફેલાયેલો છે.

સાઉથ વેસ્ટમાં ઉભી થયેલ લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી ચાર દિવસ સુધી વરસાદી વાતાવરણ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં મધ્યમ વરસાદ જોવા મળશે. મેઘા નક્ષત્ર દરમિયાન સારો વરસાદ થાય તેવી શક્યતા છે.

તેથી દક્ષિણ ગુજરાતના ડાંગમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આણંદ, પંચમહાલ, ખેડા, મહેસાણા, અમરેલી, ભાવનગર, કચ્છ, રાજકોટ, વડોદરા અને ભરૂચમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી સાવચેતીના પગલે એનડીઆરએફની ટીમને રાજ્યના અલગ અલગ ઝોનમાં સૂચન મુજબ મૂકવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button