પીએમ મોદી ના “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ ને લઈ ને રાહુલ ગાંધી એ ચીંધ્યું કઈક આવું.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કાર્યક્રમ ‘પરીક્ષા પર ચર્ચા ‘ ને વખોડી નાખી ને ટ્વિટર પર આ બાબતે એક ટ્વિટ કર્યું હતું. રાહુલગાંધી એ કહ્યું હતું કે ઈંધણ ના આસમાને પહોંચેલા ભાવો ને લીધે કારમાં તેલ ભરવું એ કોઈ પરીક્ષા થી ઓછું નથી, તેથી મોદીએ લોકોના ખિસ્સાને જોતા ખર્ચે પે ચર્ચા નું આયોજન કરવું જોઈએ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે કેન્દ્ર સરકારના વેરા વસૂલાતને કારણે કારમાં તેલ ભરવું એ કોઈ મોટી કસોટી કરતાં ઓછું નથી, તો વડા પ્રધાન તેના બાબતે કેમ કોઈ ચર્ચા કરતાં નથી . પીએમ મોદી એ લોકો ને થનાર ખર્ચાઑ પર પણ ચર્ચા કરવી જોઈએ.
केंद्र सरकार की टैक्स वसूली के कारण गाड़ी में तेल भराना किसी इम्तहान से कम नहीं, फिर PM इस पर चर्चा क्यूँ नहीं करते?
खर्चा पे भी हो चर्चा! pic.twitter.com/jUJPERrp15
— Rahul Gandhi (@RahulGandhi) April 8, 2021
કોંગ્રેસ ના સંચાર વિભાગ ના પ્રમુખ રણદીપ સુરજેવાલે વધતી જતી મોંગવારી ને લઈ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તોતેર વર્ષ માં સૌથિ મોંઘી અને સૌથિ જાલિમ છે સરકાર, ખેડૂતો પર કરે છે રોજ નવો વાર. જેવુ કોઈ દિવસ નથી થયું એવો એમને જુલમ કરી દેખાડ્યો છે. આ સરકારે ખાતર માં 700 રૂપિયા નો વધારો નાખ્યો છે, જે થેલી 1200 ની મળતી હતી તેના આજે 1900 છે. મોદીજી ખેડૂતો માટે હેક્ટર દીઠ 15000 નો ખર્ચો વધારી નાખ્યો છે, આ બધુ યાદ રાખવામાં આવશે.