ગુજરાતજાણવા જેવુંપ્રેરણાત્મકવ્યવસાય

કચ્છના માંડવી તાલુકાના નાનકડા ગામની પુત્રવધુ ન્યૂજર્સીમાં બની પહેલી ભારતીય જજ, માતા અને સાસુ પણ બનેલ છે પ્રથમ મહિલા

કચ્છના માંડવી તાલુકાના નાનકડા ગામની પુત્રવધુ ન્યૂજર્સીમાં બની પહેલી ભારતીય જજ, માતા અને સાસુ પણ બનેલ છે પ્રથમ મહિલા

કહેવાય છે કે જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં ગુજરાતના નામનો ડંકો વાગે છે, જેની કેહવત પણ છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જે આપણે દુનિયાના ગમે તે છેડે જઈ ત્યાં આપણે ગુજરાતીઓ વસતા જોવા મળી જાય છે. અને આ લોકો ત્યાં જઈને સખ્ત મહેનત કરીને દેશનું નામ રોશન કરે છે, જેના કારણે દેશ અને આપણું ગુજરાત રાજ્ય હંમેશા વિદેશોમાં પણ અગ્રેસર રહે છે ત્યારે આજે પણ આવું જ એક બહુમાન રાજ્યને મળ્યું છે.

ગુજરાતની પુત્રવધુ અમેરિકાના ન્યૂજર્સીમાં પહેલી ભારતીય જજ બની છે અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે. આ ગુજરાતી પુત્રવધુ મૂળ માંડવી તાલુકાના નાનકડા શેરડી ગામના રહેવાસી છે જે ઘણા લાંબા સમયથી અમેરિકા સ્થાયી થયેલા છે, જે પાંચ દાયકા પહેલાં મુંબઇ બાદમાં ધંધાર્થે અમેરિકામાં સ્થાયી થયેલા હતા અને હવે તેને અમેરિકાના ન્યૂજર્સીમાં પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધિશ બનવાનું બહુમાન પ્રાપ્ત કરી છે.

માંડવી તાલુકાના નાનકડા શેરડી ગામના દેવજીભાઇ દેઢિયાનાં પુત્રવધૂ દીપ્તિબેન સચિન દેઢિયા હાલમાં ન્યૂજર્સી ખાતે મ્યુનિસિપલ કોર્ટના જજ બનીને નામ રોશન કર્યું છે. આ જજ ની નિયુક્તિ બાદ પ્રતિભાવ આપતાં તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં પણ સમાજ આવી જ રીતે મહિલાઓને પ્રોત્સાહિત કરતો રહેશે તેવી મને આશા છે.

જો કે નવાઈ ની વાત તો એ છે કે, તેમનાં માતા ન્યૂજર્સીના એડિસન શહેરમાં રિટેઇલ વ્યવસાય શરૂ કરનારા પ્રથમ મહિલા હતાં જયારે તેમના સાસુ પણ ગેસ્ટ હાઉસ ચલાવનારા પ્રથમ મહિલા હતાં. ત્યારે હવે તેમની પુત્રવધુ પણ ન્યૂજર્સીમાં પ્રથમ ભારતીય મહિલા ન્યાયાધિશ બન્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button