અમદાવાદ ના વધુ એક વિસ્તારમાંથી દેહ વેપારના ધંધાનો થયો પર્દાફાશ, બાંગ્લાદેશથી લાવવામાં આવી હતી યુવતીઓને
અમદાવાદ ના વધુ એક વિસ્તારમાંથી દેહ વેપારના ધંધાનો થયો પર્દાફાશ, બાંગ્લાદેશથી લાવવામાં આવી હતી યુવતીઓને
અમદાવાદના વસ્ત્રાલમાં દેહ વેપાર ચાલતો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ એસઓજીને જાણ થઈ હતી કે, વસ્ત્રાલમાં આવેલા સત્યમ આવાસ યોજનાના મકાનોમાં દેહ વેપારનો ગોરખધંધો ચલાવવામાં આવી ચાલી રહ્યો છે. તેના લીધે મહિલા પોલીસની ટીમને સાથે રાખીને એસઓજી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જયારે આ તપાસમાં આવાસ યોજનામાં કાર્યવાહી કરતા એક આરોપી મિલ્ટન શેખ નામનો મળી આવ્યો હતો જે મૂળ બાંગ્લાદેશનો હોવાનુ સામે આવ્યું છે. જે બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે મહિલાઓને રૂપિયાની લાલચ આપીને બોલાવતો અને દેહ વેપારના ધંધામાં ધકેલતો હતો.
તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, આરોપીને આ અગાઉ એસઓજી દ્વારા ભારતથી બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવ્યો હતો. તેમ છતાં ભારતમાં ખોટી રીતે આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. જયારે એસસોજીની ટીમ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી તો રૂમમાં આવેલા હોલમાં ત્રણ યુવતીઓ જોવા મળી હતી. તેની પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે, આ યુવતીઓને પણ મિલ્ટન શેખ દ્વારા ખોટી રીતે બોર્ડર ક્રોસ કરાવીને ભારતમાં લાવવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન એક યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપી મિલ્ટન શેખ દ્વારા તેમને રૂપિયાની લાલચ આપી વેશ્યાવૃત્તિના ધંધામાં ધકલેવામાં આવી હતી. જયારે આ બાબતમાં એસઓજી દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કે, આ આરોપી દ્વારા વધું મહિલાઓને લાવવામાં તો આવી નથી.