રમત ગમત

IPL 2022 Auction પહેલા જ ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીની વધારવામાં આવી પ્રાઈઝ મની, જાણો કોણ છે?

IPL 2022 Auction પહેલા જ ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ખેલાડીની વધારવામાં આવી પ્રાઈઝ મની, જાણો કોણ છે?

IPL 2022 મેગા ઓક્શન પહેલા ભારતીય ઓલરાઉન્ડર દીપક હુડ્ડાની પ્લેયર લીસ્ટ કેટેગરીને અપગ્રેડ કરવામાં આવી છે. ખેલાડીઓની હરાજી પહેલા તેને કેપ્ડ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવ્યો છે. દીપક હુડ્ડાએ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તાજેતરમાં સમાપ્ત થયેલી ODI શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તેની સાથે હુડ્ડાની મૂળ કિંમત પણ 40 લાખ રૂપિયાથી વધીને 75 લાખ રૂપિયા થઈ ગઈ છે.

દીપક હુડ્ડાએ 3 મેચની સીરીઝની 2 મેચ રમી અને આ ઓલરાઉન્ડરે 96.49 ની સ્ટ્રાઈક રેટથી 55 રન બનાવ્યા હતા. આઈપીએલની હરાજી માટે ફ્રેન્ચાઈઝી ટેબલ પર પહોંચે તે પહેલા બીસીસીઆઈએ હરાજીની યાદીમાં વધુ 10 ખેલાડીઓનો ઉમેરો કર્યો છે. હવે આઈપીએલની હરાજીમાં કુલ 600 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. BCCI દ્વારા છેલ્લી ઘડીએ 10 ખેલાડીઓને ઉમેરવામાં આવ્યા છે તે તાજેતરના અંડર 19 વર્લ્ડ કપના ભાગ રહી ચુક્યા છે.

10 ખેલાડીઓની આ યાદીમાં અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં અગ્નિવેશ અયાચી, હાર્દિક તામોર, નીતિશ કુમાર રેડ્ડી, મિહિર હિરવાણી, મોનુ કુમાર, રોહન રાણા, સાઈરાજ પાટીલને યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.

તેના સિવાય 3 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ એરોન હાર્ડી, લાન્સ મોરિસ અને નિવેથાન રાધાકૃષ્ણન પણ આ યાદીમાં જોડાઈ ગયા છે. એક નામી ન્યુઝ મુજબ, ભારતીય અંડર-19 ના કેટલાક ખેલાડીઓ નિયમો અનુસાર હરાજી માટે યોગ્ય નહોતા પરંતુ BCCI એ તેમને વિશેષ જોગવાઈ હેઠળ અંતિમ યાદીમાં સામેલ કર્યા છે.

[quads id=1]

Related Articles

Back to top button