અવકાશ વિભાગે (Space Department) આ વર્ષે 19 મિશનનું આયોજન કર્યું છે. ચંદ્ર (Moon) પર ભારતના મિશનનો આગળનો તબક્કો ચંદ્રયાન-3 (Chandrayaan-3) ઓગસ્ટ 2022માટે નિર્ધારિત છે. કેન્દ્ર સરકારે (Central Government) ગુરુવારે લોકસભામાં આ માહિતી આપી છે. અવકાશ વિભાગે લેખિત જવાબમાં કહ્યું કે ચંદ્રયાન-2 (Chandrayaan-2) મિશનમાંથી મળેલી શીખ અને નિષ્ણાતો (Experts) ના સૂચનોના આધારે ચંદ્રયાન-3 પર કામ ચાલી રહ્યું છે.
ચંદ્રયાન-3 પર કામ ચાલુ
કેન્દ્રીય અવકાશ મંત્રી (Union Space Minister) ડૉ. જિતેન્દ્ર સિંહે એક લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું કે ચંદ્રયાન-2માંથી મળેલી શીખ અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો (National Level Experts) દ્વારા આપવામાં આવેલા સૂચનોના આધારે ચંદ્રયાન-3 પર કામ પ્રગતિ પર છે. ઘણા સંબંધિત હાર્ડવેર (Hardware) અને તેમના વિશેષ પરીક્ષણો (Special Test) સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયા છે અને લોન્ચિંગ ઓગસ્ટ 2022માં થવાનું છે.
19 મિશનની યોજના બનાવી
ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 દરમિયાન કુલ 19 મિશન (Missions) નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 8 લૉન્ચ વ્હીકલ મિશન (Launch Vehicle Mission), 7 સ્પેસ શટલ મિશન (Space Shuttle Mission) અને 4 ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર મિશનનો (Technology Demonstrator Mission) શામેલ છે. કોવિડ-19 રોગચાળાને કારણે ચાલી રહેલ ઘણા મિશન પ્રભાવિત થયા છે. આ ઉપરાંત, અવકાશ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલ માંગ આધારિત મોડલ (Demand Driven Model) ની પૃષ્ઠભૂમિમાં પ્રોજેક્ટનું પુન:મૂલ્યાંકન (Revaluation) થયું છે.
મહામારી ના કારણે ચંદ્રયાન-3 મિશનમાં થયો વિલંબિત
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અવકાશ ક્ષેત્રના સુધારા અને નવા રજૂ કરાયેલ માંગ આધારિત મોડલ (Demand-Driven Model) ની બૈકગ્રાઉન્ડમાં પ્રોજેક્ટ્સની પ્રાથમિકતા (Priority) નક્કી કરવામાં આવી છે. ચંદ્રયાન-3 મિશન (Chandrayaan-3 Mission) ને 2021માં લોન્ચ (Launch) કરવાનું હતું પરંતુ મહામારીને કારણે તેમાં વિલંબ થયો છે.
છેલ્લા ત્રણ વર્ષમાં આ ઉપગ્રહો થવાના હતા લોન્ચ
છેલ્લા ત્રણ વર્ષમાં લૉન્ચ માટે નિર્ધારિત ઉપગ્રહો (Satellites ની યાદીમાં શામેલ EOS-03 પણ છે, જેની લોન્ચિંગ તારીખ 12 ઓગસ્ટ 2021 હતી. આ સિવાય Amaznia-1, 28 ફેબ્રુઆરી 2021 ના રોજ સતીશ ધવન SAT (SDSAT) થી લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં 28 ફેબ્રુઆરી 2021ની યુનિટીસૈટ (Unity Sat) નું નામ પણ શામેલ છે. મંત્રાલયના એક પ્રકાશન (Release) માં ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2020 અને 2019 માં, CMS-01 ના 17 ડિસેમ્બર 2020 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…