ક્રાઇમ

છોકરીના પરિવારે પ્રેમીને માર મારી પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો, મોત બાદ લોકોએ આરોપીઓના ઘર સામે જ કર્યા અંતિમસંસ્કાર, જુવો ફોટા

પ્રેમ પ્રકરણની ઘરમાં ખબર પડતાં કેવા હાલ થાય છે તેનું એક વાસ્તવિક સત્ય ઘટના હાલ જોવા મળી છે આ ઘટના બિહારના મુઝફ્ફરપુરની છે જ્યાં પોતાની પ્રેમિકાને મળવા માટે પ્રેમી તેના ઘરે આવ્યો હતો,પરંતુ પરિવારને પ્રેમીની જાણ ન હતી. ઘરમાં જ કોઈ છોકરો પોતાની છોકરીને મળવા આવ્યો છે એ ખબર પડતાં જ પરિવારે છોકરાને પકડી  ઢોર માર મારતા ત્યાં જ દમ તોડી દીધો હતો અને છોકરાના ગુપ્તાંગને પણ ઇજા પહોંચાડી હતી.

છોકરાનું નામ સૌરભ હતું જે એની પ્રેમિકાને મળવા ઘરે ગયો હતો હોસ્પિટલ લઈ જતાં જ મુત્યુ થયું હતું પોસ્ટમોર્ટમ બાદ પ્રેમીના મૃતદેહને ઘરે પહોંચાડ્યા બાદ લોકો છોકરીના ઘરની સામે જ પહોંચી ગયા હતા.સૌરભના પરિવારે પ્રેમિકાના ઘરમાં તોડ ફોડ કરી હતી. સૌરભના પરિવારમાં શોક સાથે પ્રેમિકાના પરિવારે હત્યા કર્યા ગુસ્સો વધુ હોવાને કારણે દીકરાના શબને ત્યાં જ પ્રેમિકાના ઘર સામે જ અંતિમ સંસ્કાર કરતાં ભારે વિવાદ થયો હતો.

મળતા સમાચાર અનુસાર પ્રેમિકાના ઘર પર ચડી અન્ય વસ્તુઓ તોડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ભારે વિવાદ થતાં છોકરીના પરિવારે પોતાના ઘરના દરવાજા બંધ કરી નાંખ્યા હતા. વિવાદ વધુ ઉગ્ર રૂપ ધારણ કરે તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. ત્યા સુધીમાં સૌરભના પરિવારે પ્રેમીકાના ઘરની સામે અંતિમ સંસ્કાર કરી ચુક્યા હતા.આરોપીના ઘરની પાસે જ દરવાજા પર લોકો એકત્રિત થતા અને છત પર અને આસપાસ પોલીસ ગોઠવવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સૌરભ 22 વર્ષીય યુવક હતો જે શુક્રવાર રાત્રે પોતાની પ્રેમિકાને મળવા ત્યાં તેના ગામ ગયો હતો રાતે કોઈ અજાણ્યો છોકરો છોકરીને મળવા આવ્યો હોવાથી પરિવારે તેને પકડીને લોખંડના સળીયાથી મારી તેના ગુપ્તાંગ કાપી નાખ્યું હતું.

હોસ્પીલટમાં એડમીટ કરતાં જાણ સૌરભના પરિવારને થતાં તે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. છોકરીના ઘરની સામે ભારે વિવાદ કર્યાં બાદ પોલીસ સ્ટેશનની પોલીસ આરોપીના ઘરે પહોંચી હતી. પોલીસે લોકોને શાંત કર્યાં હતા અને પ્રેમીકાના ઘરે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago