દેશ

આ તે કેવો કળયુગ, પત્નીએ ગેરકાયદેસર સંબંધ રાખવા કાયદેસર ના પતિ નું કાંસળ કાઢી નાખ્યું

નોઈડાના બરૌલામાં એક સ્ત્રી એ પોતાના ગેરકાયદેસર સંબંધો જાળવવા માટે પ્રેમી સાથે મળી ને પતિની હત્યા કરી હતી. પોલીસે આરોપી પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આરોપી મહિલાને બે બાળકો છે.

પોલીસ મથકના પ્રભારીએ જણાવ્યું હતું કે, બાડૌનમાં રહેતા મુકેશ નામના 22 વર્ષીય યુવકનું બરાઉલા ગામમાં એક મકાનની અંદર મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ઘરની અંદર પહોંચી ત્યારે મુકેશની લાશ પલંગ પર પડી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના ગળા પર ઈજાઓ મળી હતી. પોલીસે મૃતકની પત્નીની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે મુકેશ રાત્રે તેના સમય પર સૂઈ ગયા હતા અને સવારે જોયું તો તે મૃત અવસ્થા માં હતા.

શંકાના આધારે પોલીસે તેની સખત પૂછપરછ કરતાં તેણીએ પ્રેમી સાથે મળીને તેના પતિની દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. આ મામલો બહાર આવ્યા બાદ પોલીસે મુકેશની પત્ની અને તેના બોયફ્રેન્ડ, મુરાદાબાદના રહેવાસી અંકુર ની ધરપકડ કરી હતી.

ગુરુવારે રાત્રે મુકેશે ભારે દારૂ પીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ પછી તે નશામાં સૂઈ ગયો. પછી મહિલાએ તેના બે બાળકોને સૂવા માટે મોકલી દીધા. આ પછી તેના પ્રેમી અંકુરને ઘરે બોલાવવામાં આવ્યો. ત્યારબાદ બંને એ સૂતેલા મુકેશ નું દોરડા વડે ગળું દબાવી ને હત્યા કરી નાખી.

લગ્ન કર્યા વિના જ સાથે રહેતા હતા

એડીસીપી રણવિજયસિંહે જણાવ્યું હતું કે મુકેશે ઘણાં વર્ષો પહેલા તેની પત્નીને ગામથી ભગાડી ને નોઇડા આવી રહી રહ્યો હતો. તે બંને લગ્ન કર્યા વિના જ સાથે રહી રહ્યા હતા. આ દરમિયાન મહિલા ને પડોશમાં રહેતા  અંકુર સાથે પ્રેમ પ્રકરણની શરૂઆત થઈ હતી. જ્યારે મુકેશને તેના વિશે ખબર પડી ત્યારે તેણે મહિલાને માર માર્યો હતો. ત્યારબાદ મહિલાએ તેના પ્રેમી સાથે મુકેશની હત્યાનું કાવતરું રચ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ પર તેના પિતાની હત્યા કરવાનો પણ આરોપ છે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago