સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પ્રભાસે પોતાની એક્ટિંગ અને ચાર્મથી બધાનું દિલ જીતી લીધું છે. પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ચાહકોને પ્રભાસ અને પૂજા હેગડેની કેમેસ્ટ્રી જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. પ્રભાસની રાધે શ્યામ ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ બીગ બજેટની ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. રાધે શ્યામ હિન્દી ભાષામાં ચાહકોને પ્રભાવિત કરવામાં યોગ્ય રહી નથી.
બોક્સ ઓફિસ ઈન્ડિયાની રિપોર્ટ મુજબ, રાધે શ્યામ હિન્દી ભાષામાં બોક્સ ઓફિસ પર લગભગ 4.50 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. ફિલ્મને સાઉથમાં સારી ઓપનિંગ મળી છે પરંતુ ત્યાર બાદ આ ફિલ્મને વધુ પસંદ કરવામાં આવી નથી. હિન્દીમાં આ ફિલ્મે દર્શકોને નિરાશ કર્યા છે. પ્રભાસની ફિલ્મની ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ વખતે હિન્દી ભાષામાં પ્રભાસની જગ્યાએ અનુપમ ખેર બાજી મારી ગયા છે.
રાધે શ્યામની વાત કરવામાં આવે તો તેમાં પ્રભાસ અને પૂજા સાથે ભાગ્યશ્રી, સચિન ખેડેકર અને જગપતિ બાબુ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે. આ ફિલ્મ લગભગ 350 કરોડના બજેટમાં બની છે અને તે ભારતની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…